________________
(૪) અનંત સુખધામ
તો તમે ‘હું ચંદુભાઈ’ થયા એટલે તમે પરમાનંદ ખોળો છો. કારણ તમને પરમાનંદ છે નહીં.
૧૦૧
બુદ્ધિતી ડખોડખલ ગેરહાજર, ત્યાં પરમાનંદ હાજર
પ્રશ્નકર્તા : કઈ સ્થિતિને આપણે પરમાનંદ કહીએ ? એનું કંઈ વર્ણન તો હોયને ?
દાદાશ્રી : આ સૂર્યનારાયણ હોય પણ દેખાય નહીં, છતાં નીચે અજવાળું દેખાય. પેલા વાદળ પાતળા છે એટલે અજવાળું છાયારૂપે દેખાય. એવું સુખ અત્યારે તમને મળે છે અને જ્યારે વાદળા ના હોય અને સ્વભાવમાં જ આવી જઈએ તો પરમાનંદ છે.
પ્રશ્નકર્તા ઃ એ પરમાનંદ તરફ જવું કેવી રીતે ?
દાદાશ્રી : બુદ્ધિ ના વપરાય અને જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો તો પરમાનંદ હોય જ. ને તે પરમાનંદનો અનુભવ તે જ આત્મ અનુભવ. ડખોડખલ ના કરે, તો તે જ્ઞાતા-દ્રષ્ટા રહે ને તેનું ફળ જ પરમાનંદ. શુદ્ધાત્માનો જ્ઞાયક સ્વભાવ છે. એ સ્વભાવનું ફળ શું ? પરમાનંદ !
ગુપ્ત ચમત્કાર એટલે શું કહેવા માગે છે કે આ પરમાનંદ પોતાની પાસે છે. એ ખોળવા માટે જો આ ધાંધલ માંડી છે, પણ એ જડતો નથી. આ ગુપ્ત ચમત્કાર છે. જો એ જડે તો કામ થઈ ગયું.
જ્યારે પોતે પોતાના દોષ દેખે ત્યારે સ્વયંજ્યોતિ સુખધામ થાય !
܀܀܀܀