________________
(૪) અનંત સુખધામ
૯૯
દાદાશ્રી : બન્ને સ્વભાવ એના ! પ્રશ્નકર્તા: પરમાનંદ અને મોક્ષમાં કંઈ ફેર ખરો ?
દાદાશ્રી : મોક્ષમાં ને પરમાનંદમાં ફેર નહીં. પરમાનંદ ઉત્પન્ન થયોને, એ માણસ એકાદ અવતારમાં મોક્ષનો જ અધિકારી થયો. એટલે પછી આ દેહની મુક્તિ મળી જાય. પછી ફરી દેહ ઉત્પન્ન થાય નહીં.
એટલે પરમાનંદ એ જીવનમુક્ત કહેવાય, એય મોક્ષ કહેવાય છે. એ મોટામાં મોટો મોક્ષ. અત્યારે અમે મોક્ષમાં જ હોઈએ છીએ, કાયમને માટે. વીસ વર્ષથી અમે મોક્ષમાં હોઈએ. જ્ઞાન પહેલા જ્યોતા, ત્યારે તો પાર વગરની ચિંતા ને ઉપાધિઓ, મહીં અહંકાર ને ગાંડપણ બધું.
પરમાનંદ એટલે પરમ તૃપ્તિ. દેહ ગયો એટલે પરમ તૃપ્તિ. દેહ ગયો એટલે પરમાનંદ, દેહનો બોજો છે ત્યાં સુધી તૃપ્તિ. બહાર ગમે તેટલી આફતો આવતી હોય તોય તૃપ્તિ જાય નહીં. પ્રયત્ને આત્માનંદ, બિનપ્રયત્ન સહજાનંદ, પૂર્ણત્વે પરમાનંદ
પ્રશ્નકર્તા: પરમાનંદ અને આત્માનંદ એ બેઉમાં કંઈ ફરક હોય ?
દાદાશ્રી : આનંદ તો તમને છૂટ્યો છે. તે આનંદ એટલે શું? ત્યારે કહે કે કોઈ દુઃખ અડે નહીં સંસારમાં, એ આનંદ,
પ્રશ્નકર્તા અને પરમાનંદ ? દાદાશ્રી : પરમાનંદ એટલે પોતાના સુખમાં જ પોતે રાચે.
પ્રશ્નકર્તા ઃ તો આનંદ, સહજાનંદ અને પરમાનંદમાં ફેર ક્યાં આવ્યો ?
દાદાશ્રી : સહજાનંદ એટલે વગર પ્રયત્ન આનંદ ઉત્પન્ન થયા કરે, કોઈ પણ જાતના પ્રયત્ન સિવાય. આત્માનંદ પ્રયત્નવાળો છે, સહજાનંદ પ્રયત્ન વગરનો છે અને પરમાનંદ એટલે ભગવાન. આ એકના એક જ જાતનો આનંદ પણ પેલો પ્રયત્ન દશામાં છે, પ્રયત્ન વગરનો આનંદ,