________________
૮૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા: દાદા, આત્મા મોક્ષમાં જાય અને પછી જ્ઞાતા-દ્રષ્ટા બને, પછી એમાં આગળ વધ્યા કરે ખરો ?
દાદાશ્રી : પછી આગળ વધવાનું રહ્યું જ ક્યાં તે વધે ? પ્રશ્નકર્તા: બસ, એક સ્થિર સ્થિતિ થઈ ગઈ ?
દાદાશ્રી : પછી એ ધ્યેય ને એ જ પરમાત્મા જીવન, બસ. જે આપણે ખોળીએ છીએ. અનંત અવતારથી શું ખોળીએ છીએ ? ત્યારે કહે, સુખ પણ આવું સુખ આવે પછી દુઃખ આવે એ ગમતું નથી. તો કહે, સનાતન સુખ જોઈએ છે. સનાતન સુખ એ પોતાનો સ્વભાવ.
પ્રશ્નકર્તા: મોક્ષમાં જે સુખ છે તે શેના આધારે છે ? એનો આધાર તો ખરો જ ને ?
દાદાશ્રી : એ દૃશ્યો ને શેયોના આધારે છે. આત્મા એ પોતે જ્ઞાતાદ્રષ્ટા છે ને સુખ, દૃશ્યો ને શેયોના આધારે છે.
સત-ચિત એ સ્વરૂપ આત્મા, આનંદ એ સ્વભાવ પ્રશ્નકર્તા: દાદા, આત્મા જ્ઞાનસ્વરૂપ છે કે આનંદસ્વરૂપ છે?
દાદાશ્રી: એ આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ બધુંય છે. મૂળ એનું સ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે. આનંદ તો એ સ્વભાવ જ છે એનો, સ્વરૂપ નહીં.
પ્રશ્નકર્તા : આપણે જે સચ્ચિદાનંદ કહીએ છીએને, સત્-ચિત્તઆનંદ, તો એ આત્માનું સ્વરૂપ જ છે ને ?
દાદાશ્રી : નહોય એ. સત્-ચિત્ત એ આત્માનું સ્વરૂપ અને આનંદ એ સ્વભાવ. સત્-ચિત્ત એટલે આત્માનું સ્વરૂપ. એ સત્-ચિત્ત એટલે શુદ્ધતા, શુદ્ધ ચિત્ત, શુદ્ધાત્મા.
પરમાનંદ એ જ મોક્ષ પ્રશ્નકર્તા: તો પછી આત્માનો સ્વભાવ શો? પરમાનંદ કે મોક્ષ?