________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
કારણ કે વેદનીય કર્મ છે ને, એ તો અશાતા હોય ને શાતાય હોય. એ તો તીર્થંકર ભગવાનનેય અશાતા વેદનીય થોડી હોય, કો'ક દહાડો હોય.
૮૪
પ્રશ્નકર્તા : કોઈને આવું કદી બન્યું છે કે સાથે સુખ અને આનંદ ? દાદાશ્રી : ના, વર્લ્ડમાં કોઈ દહાડોય બન્યું નથી. આ આનંદ કાયમનો મળી જાય, શાશ્વત આનંદ મળે.
સુખ છે જ ક્યાં ‘અહીં' સંસારમાં ? આ તો ભ્રામક માન્યતાઓ છે. તેથી ‘અમે’ ખુલ્લું કહીએ છીએ કે, તમે જે સુખ ખોળો છો તે ‘આમાં’ નહીં મળે. (સાચું) સુખ એ આત્મામાં છે. અમે એ સુખ ચાખેલું છે, અનુભવેલું છે. તેથી ‘અમે’ બધાને કહીએ છીએ કે આ બાજુ આવો, પેલી બાજુ સુખ નથી.
પ્રશ્નકર્તા : સુખની સાચી અનુભૂતિ કેવી હોય ?
દાદાશ્રી : એકુંય અનુભૂતિ સાચી નથી હોતી. સાચી ના હોય ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ રહે, ત્યાં સુધી દુ:ખ રહે, ચિંતા હોય, કંટાળો રહે. કેટલાકને પૈણે, તે એને સ્ત્રીમાં જેવું સુખ લાગે એવું કોઈ વસ્તુમાં નથી એવી અનુભૂતિ હોય. અને એક છે તે બ્રહ્મચારી હોય ત્યારે કહે, બ્રહ્મચર્યમાં જે સુખ છે એના જેવું એકુંય નથી ! એટલે એ અનુભૂતિઓ તે સ્ટેન્ડ સ્ટિલ (પ્રગતિ અટકી ગયેલી) બધી, કંઈ બરકત વગરની. જે અનુભૂતિ પ્રાપ્ત થયા પછી જાય નહીં, એવી સનાતન અનુભૂતિ જોઈએ.
ન અવલંબત બહારતું તે આંતરિક સુખ
:
પ્રશ્નકર્તા ઃ એ બન્ને જુદું કેવી રીતે પાડી શકાય, કે આ આંતરિક સુખ છે ને આ બાહ્ય સુખ છે ?
દાદાશ્રી : આ બહારનું અવલંબન ના હોય ને સુખ વર્તતું હોય, તે આંતરિક સુખ અને ચા સરસ આવી એટલે સુખ વસ્યું, એટલે ચાને લઈને બહારથી આવ્યું. અગર પવન આવ્યો આમ ઠંડો, આ હાશ એ સુખ બહારથી આવ્યું કહેવાય.