________________
૫૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : હા, એની પાસે અનંત શક્તિ છે. એ શક્તિરૂપે તો દરેક જીવમાં છે. બધી જ જાતની શક્તિ, એટલે શું એમાં બાકી રહે ? પણ આવી ભૌતિક શક્તિ નથી એનામાં. એનામાં બધી આધ્યાત્મિક, વાસ્તવિક શક્તિ છે.
આત્મામાં ગજબની શક્તિ છે, અહીં બેઠા બેઠા આખું બ્રહ્માંડ દેખાય તેવું છે. મહીં અનંત શક્તિનો ભંડાર છે. એક આંગળી ઉપર આખાય બ્રહ્માંડનો ભાર રહે તેમ છે. પણ પ્રગટ થાય ત્યારે કામ લાગે.
પ્રત્યક્ષ આનંદ, પરમાનંદ, રાગ-દ્વેષ રહિતપણું, ક્રોધ-માન-માયાલોભની નિર્બળતા રહિતપણું. કોઈ પણ જાતની અશક્તિ રહે નહીં. કોઈ પણ જાતના બોધરેશનને તોડી નાખે. તમામ પ્રકારની ડિફિકલ્ટિ (આપત્તિઓ) તોડી નાખે. કોઈ પણ ડિફિકલ્ટિને તોડી નાખીને આગળ મોક્ષમાં જઈ શકે, એવી અનંત શક્તિઓનો ધણી છે.
પ્રશ્નકર્તા: એ અનંત શક્તિ છે તે તીર્થકર સિવાય બીજા કોઈને દેખાય ખરી ? તીર્થકર સિવાય બીજા કોઈને સમજમાં આવે ?
દાદાશ્રી : ના, બીજાને પૂરેપૂરી સમજમાં ના આવે. જ્ઞાતી મળતા જ, અનંત શક્તિ છૂટે જડતા બંધનમાંથી
આત્મા અનંત શક્તિવાળો છે, કારણ કે મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના છે. તે વિઘ્ન અનેક પ્રકારના હોવાથી અનંત શક્તિ ના હોય તો જવાય ના દે. એટલે અનેક વિનોને એ ખસેડીને પોતે મોક્ષે જાય છે.
ભગવાન ભગવાન જ છે ! અનંતા ગુણો છે ! અનંતુ સુખ છે ! અનંત જ્ઞાન છે ! અનંતુ દર્શન છે ! અનંત શક્તિ છે એમની પાસે ! ભગવાન પાસે જો આટલી બધી અનંત શક્તિ ના હોતને તો આ મોક્ષે ના જવા દેત. આ જે અનાત્માની માયા છે તે ભગવાનના બાપનેય મોક્ષે ના જવા દે ! પણ ભગવાનેય અનંત શક્તિવાળા છે ને !
અનંત શક્તિવાળું પુદ્ગલ તે એને ખસેડીને પોતે બહાર નીકળી જાય છે. અનંત પ્રકારની મુશ્કેલીઓ આવે તોય પણ ઠેઠ પહોંચી જાય, એવી અનંત શક્તિવાળો છે.