________________
પO
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ઓહોહોહો ! એ અનંત શક્તિ કેવી ! પ્રશ્નકર્તા: આત્માની અનંત શક્તિમાં શું શું આવે છે ? એ કયા પ્રકારની છે ?
દાદાશ્રી : આત્માની અનંત જ્ઞાનશક્તિ છે. એકાદ-બે જ્ઞાનશક્તિ છે એવું નથી. આ અનંત જ્ઞાનશક્તિ છે તેના આધારે તો જ્યોતિષવાળાનું જ્ઞાન, વકીલાતનું જ્ઞાન, ડૉક્ટરનું જ્ઞાન, એ બધું જ્ઞાન બહાર પડ્યું છે. દરેકના જુદા જુદા “સબ્બેટ્સ’ હોય. એ બધા જ્ઞાન ખુલ્લા થાય એટલી બધી જ્ઞાનશક્તિ છે. એટલે આત્મા અનંત શક્તિનો ધણી છે, અનંત જ્ઞાનશક્તિ છે ને અનંત વીર્ય શક્તિ છે. બહુ ગજબની શક્તિ ધરાવે છે એવા એ પરમાત્મા છે !
પ્રશ્નકર્તા : પછી બીજી કઈ શક્તિઓ ?
દાદાશ્રી : આત્માની અનંત શક્તિ છે. તેમાં કલ્પ નામની એક શક્તિ છે. કલ્પ એ ખૂદ છે, તેમાંથી તે વિકલ્પી થાય છે અને તે નિર્વિકલ્પી થાય તો કલ્પ થાય.
આપણને જ્ઞાની પુરુષ દેખાડી દે, પછી કલ્પવૃક્ષથી અનંત શક્તિઓ ખીલી જાય. અત્યારે તો (અજ્ઞાન દશામાં) શક્તિઓય ખીલતી નથી. ઊલટી શક્તિઓ બધી ખલાસ થવા માંડી. શક્તિઓ મહીં હોય છે ને જે સમતા હોય તેય જતી રહે છે.
અનંત શક્તિ છે તેની વિપરીત ફુરણાથી આવડું મોટું બ્રહ્માંડ ઊભું થઈ ગયું છે આડી બાજુનું, તો સમ્યક્ ફુરણાથી શું ના થાય ? ફુરણા કરે તેવું થઈ જ જાય. તે નકામી ના જાય. ફક્ત નિશ્ચય કરવાની જ જરૂર છે.
આત્મામાં એટલી બધી શક્તિ છે કે ભીંતમાં પ્રતિષ્ઠા કરે તો ભીંત બોલે તેમ છે !
આખું બ્રહ્માંડ જાણવાની, અનુભવવાની, એવી બધી અનંત શક્તિઓ છે.