________________
૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ય પ્રમાણે સાકાર થયા કરે નિરંતર પ્રશ્નકર્તા: આત્માના એ શેયાકાર પરિણામ પાછા સતત બદલતા રહે છે ?
દાદાશ્રી : કેરી દેખાડે એટલે આત્માનો પર્યાય કેરીના આકારરૂપ થઈ જાય. પછી બીજું જોવા મળે એટલે એના આકારે થઈ જાય તે પહેલું જતું રહે, એમ નિરંતર ચાલ્યા જ કરે.
હવે અનંતા શેયોને જાણવામાં પરિણમેલી જે હું કહું છું ને, તે સહુ સહુની ભાષામાં સમજે. હું સમજુ તે જુદું અને તમે તમારી ભાષામાં સમજી જાઓ તે જુદું. સહુ પોતાની ભાષામાં સમજે. પણ છતાં થોડું થોડું સમજશે તોય બહુ થઈ ગયું.
આ શેયાકાર પરિણમું છું, એમાં પરિણમ્ શબ્દ બહુ ઊંચી વસ્તુ છે. આ બધા લોકોને સમજાય નહીં. આ તો બધા હા એ હા કહે. ગાય ખરા પણ બધાને સમજાવું મુશ્કેલ છે, પરિણમવું !
પરિણમેલી ઃ યતી અવંતી અવસ્થાઓને પ્રકાશે
પ્રશ્નકર્તા : પરિણમેલીનો ખરો અર્થ કયો તે કહોને. આપ કયા અર્થમાં સમજ્યા છો એ કહો અમને.
દાદાશ્રી : એવું છે ને, આ જોય છે અને જ્ઞાન તો પ્રકાશ જ હોય છે. પ્રકાશ આમ ફેલાઈ જાય છે બધે. પણ જ્યારે આ શેયને જુએ છે ત્યારે એના આકારે થઈ જાય છે. એટલે આ શેયના આકારે જ જ્ઞાન થઈ જાય છે, એનું નામ પરિણમેલી કહેવાય. શેયના આકારે થઈ જાય બોલવું, તેના કરતા પરિણમેલી કહેવાય. એમાં પરિણમેલી એટલે આ જોયું એટલે આ ય ખરુંને, એને જાણવા માટે આની અવસ્થા ઊભી થાય. શેયાકાર અવસ્થા હોય. એટલે આ શેયને જાણવામાં પરિણમેલી અવસ્થા. અવસ્થા કઈ પરિણમેલી ? ત્યારે કહે, જેવું શેય છે તેવી અવસ્થા પરિણમેલી.
પ્રશ્નકર્તા જેવું જોયું હોય એવી અવસ્થા એને દેખાય. તો એમાં