________________
(૨.૨) અનંતા જોયોને જાણવામાં... શુદ્ધ છું
૨૩
દાદાશ્રી : કેરીને જોયાકારે જોવું અને પોતે શુદ્ધ છે એ જ ચેતનની અવસ્થા. પુદ્ગલની અવસ્થામાં કેરી ચેતને જોઈ એટલે ચેતન શુદ્ધ જ છે. પછી પાછું કેરીને બદલે બીજું જુએ તો એ તેવું થાય, છતાંય શુદ્ધ જ છે.
એટલે અનંતા જોયને જાણવામાં પરિણમેલી, એટલે શેયને જાણવામાં તદાકાર થઈ ગયેલી, જોયાકાર થઈ ગયેલી, એવી અવસ્થામાંય પણ હું શુદ્ધ જ છું, કહે છે. મને કંઈ જોય અડતું નથી, પણ જોયાકાર શેયના આકાર થઈ જઉં. કેરી આવે તો, એ આકાર થાય અને પપૈયું હોય તો પપૈયાના આકારે થઈ જાય અને હાથી જોતો હોય તો હાથીના આકારે થઈ જાય.
યાકાર થઈ ચોગરદમથી એક્ઝક્ટ પ્રકાશે પ્રશ્નકર્તા આત્માના પર્યાય જોયાકારે પરિણમે, હવે એ કેવી રીતે સમજવું ?
દાદાશ્રી : આ લાઈટ છે ને, એવો આત્મા પ્રકાશ સ્વભાવનો છે. હવે એને આવું એક નાળિયેર આમ ધરીએ તો પ્રકાશ શું કરે ? આ નારિયેળ છે શેય પણ આ પ્રકાશ જોયાકાર થઈ શકે નહીં, એનું શું કારણ?
પ્રશ્નકર્તા ઃ એ સ્વ-પર પ્રકાશક નથીને એટલે આવરણને લીધે અટકે છે ને ?
દાદાશ્રી : ના, આ જે પૌદ્ગલિક પ્રકાશ છે ને, બાહ્ય પ્રકાશ, જે ભૌતિક પ્રકાશ, તે શેયને જોયાકાર રૂપે જોઈ શકે નહીં. કારણ કે એક બાજુ હોયને, તો સામી બાજુ અંધારું હોય. અને પેલો આત્માનો પ્રકાશ તો કશુંય બાકી ના રહે. શેયને એક્ઝક્ટ સ્વરૂપે પ્રકાશિત કરે. શેયાકાર થઈ જાય. નાળિયેર હોય તો નાળિયેર જેવો થઈ જાય. કેરી હોય તો કેરી જેવું થઈ જાય, જાંબું હોય તો જાંબુડા જેવું થઈ જાય. પાંદડું હોય તો પાંદડા જેવું આ જ્ઞાન થઈ જાય છે. કોઈ બાકી ના રહે. આટલોયે એનો છાંયો ના પડે. એ આત્માનો પ્રકાશ એવો છે.