________________
જ્ઞાની પુરુષે આપેલું વ્યવસ્થિત” એઝેક્ટ સમજે તો આ બાજુ કેવળજ્ઞાન થાય એવું છે. ત્યાં સુધી જેટલી સમજણ પડે એટલે કેવળજ્ઞાન ખુલ્લું થાય ધીમે ધીમે.
વ્યવસ્થિત પૂરેપૂરું સમજી જાય, તે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા રહી શકે.
જેટલો વખત પોતે જ્ઞાયક રહે, એટલો વખત કેવળજ્ઞાનના અંશો ભેગા થયા કરે.
મહાત્માઓ વ્યવસ્થિતને સ્થળ સમજેલા છે. હજુ સૂક્ષ્મ વ્યવસ્થિત આખું સમજવાનું બાકી છે. પછી સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતમ વ્યવસ્થિત પૂરું સમજાય એટલે કેવળજ્ઞાન થાય.
“જ્ઞાન” પ્રાપ્તિ પછી અબુધ સ્વાભાવિક રીતે થયા જ કરે. જ્યારે બુદ્ધિ બિલકુલ વપરાશે નહીં, અહંકાર નિર્મૂળ થશે ત્યારે આખું કેવળજ્ઞાન દેખાયા કરશે.
જીવતો અહંકાર જાય, પછી ડિસ્ચાર્જ અહંકાર રહે. પછી પોતાને પુદ્ગલનું આકર્ષણ ના રહે, પુદ્ગલને પુદ્ગલનું આકર્ષણ રહે. એ પણ જ્યારે ખલાસ થાય ત્યારે કેવળજ્ઞાન થાય.
કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી છબસ્થ અવસ્થા કહેવાય બધી. પછી કેવળજ્ઞાન થયું એ વિદેહી અવસ્થા અને નિર્વાણ પામી મુક્ત થયો એ મહાવિદેહી અવસ્થા.
છદ્મસ્થને ફાઈલોના સમભાવે નિકાલ બાકી છે.
દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ રહ્યો. તેને ડિસ્ચાર્જ મોહ કહેવાય. આગળના ગુંઠાણામાં એ ક્ષીણમોહ કહેવાય. એ ચારિત્રમોહ પૂર્ણ થયે કેવળજ્ઞાન થાય.
- દીપકતા જય સચ્ચિદાનંદ
86