________________
શાસ્ત્રમાં લખ્યું છે કે સાડા બાર હજાર એકાવતારી થશે. એટલા જ માણસો માટે સ્કોપ છે આખી દુનિયાની વસ્તીમાંથી.
આ કાળમાં કેવળજ્ઞાન સમજરૂપે આવે પણ વર્તનરૂપે નહીં આવે, આ દુષમકાળના નિમિત્તે.
વીતરાગ એટલે મૂળ જગ્યાનું, સ્વરૂપનું જ્ઞાન-દર્શન તે.
દાદાશ્રી કહે છે, અમે તમારી, અમારી અને કેવળી ભગવાન વચ્ચે બહુ ફેર નથી રાખ્યો. અહીં જ્ઞાનવિધિમાં કેવળજ્ઞાન સિવાય બીજું કશું અપાતું જ નથી. પણ કેવળજ્ઞાનનું જે પ્રવર્તન તે કાળના પ્રભાવે ટકે નહીં, કાળના આધારે પચતું નથી. પણ તે કેવળદર્શન સંપૂર્ણ ઉત્પન્ન થાય છે.
આ જ્ઞાનવિધિમાં આત્મા સિવાય કોઈ ભેળવાળી વસ્તુ પ્રાપ્ત થતી નથી. કેવળ નિર્ભેળ આત્મા, કેવળ આત્મા એનું નામ જ કેવળજ્ઞાન. પણ એ કેવળજ્ઞાન વર્તવા દેતું નથી. એ અંતરાય તૂટે એવાય નથી. પણ ક્ષાયક સમકિત સુધી પ્રાપ્ત થાય છે. એટલે નવા કર્મ બંધાય નહીં હવે.
આ કાળમાં કર્મો બહુ છે, રૂની ગાંસડીની જેમ કોગ્રેસ અને પાછા કોપ્લેક્સ. તે કર્મો પૂરાં થતાં નથી.
તીર્થકર ભગવાનના દર્શન કરવાના બાકી રહ્યા. એમની સ્થિરતા જુએ, એમનો પ્રેમ જુએ, ખાલી એમના દર્શનથી જ પૂર્ણ કક્ષા ઊભી થઈ જવાની.
કેવળજ્ઞાન થાય તો ખબર પડે જ, આખી દુનિયા એટ-એ-ટાઈમ જોઈ શકે ! લોકાલોકનું સ્વરૂપ દેખાય.
આત્મજ્ઞાન થાય ત્યારે પહેલા પોતાની ભૂલો દેખાય. ભૂલો જેમ ભાંગશે તેમ આગળ વધાશે.
જ્યાં સુધી અશુદ્ધિવાળી બાબતો આવે તે વખતે મહીં પરિણામ ઊંચાનીચા થઈ જાય ત્યાં સુધી હું શુદ્ધાત્મા છું બોલવું સારું. પછી આગળની શ્રેણીમાં હું કેવળજ્ઞાન સ્વરૂપ છું' એમ બોલાય. દહાડામાં પાંચ-દસ વખત એ બોલવું અને પોતાને કેવળજ્ઞાન સ્વરૂપથી જોવું ઘણા વખત.
84