________________
જ્ઞાન પચવું એટલે પરિણામ પામવું. એક-બે અવતારે ધીમે ધીમે પચશે. અમને કેવળજ્ઞાન પચ્યું નથી, ત્રણસો છપ્પન ડિગ્રી આવીને ઊભું રહ્યું છે.
આ જ્ઞાન મળ્યા પછી હું શુદ્ધાત્મા છું' એ જાગૃતિ છે. એનાથી પોતે એ પ્રકાશને જોઈ રહ્યો છે, એ કેવળજ્ઞાન સ્વરૂપની દિશામાં જઈ રહ્યો છે, તેમાં તદાકાર થઈ રહ્યો છે.
દાદાશ્રી કહે છે, તમે મહાત્માઓ શુદ્ધાત્મા તરીકે રહો છો અને અમે કેવળજ્ઞાન સ્વરૂપે રહીએ છીએ. શુદ્ધાત્મા માટે નિઃશંકપણે ઉત્પન્ન થાય, ત્યાર પછીનું પદ એટલે કેવળજ્ઞાન સ્વરૂપ આપણું !
જ્ઞાનવિધિથી ભાન થાય છે, જ્ઞાન થતું નથી. પહેલા દર્શન થાય એટલે પ્રતીતિ બેસે. કે “હું ચંદુલાલ નથી, હું શુદ્ધાત્મા જ છું.” પછી એને ભાન થાય એટલે અંશ જ્ઞાન થાય. સંપૂર્ણ ભાન પ્રગટ થયું એટલે પછી વર્તનમાં આવે એ કેવળજ્ઞાન છે.
જગતના જીવોનો પ્રવાહ, કુદરતી રીતે અવિનાશી તરફ જ જઈ રહ્યો છે. ચઢ-ઉતર થયા પછી, બધા અનુભવ કરાવ્યા પછી અવિનાશી તરફ જવાનું. કેવળજ્ઞાન એટલે તમામ પ્રકારના અનુભવનું સંગ્રહસ્થાન. એટલે લોકો જે અનુભવ કરે છે એ કરેક્ટ જ છે.
જ્ઞાની પુરુષ જ્ઞાન કરીને બોલાવે એટલે આત્મારૂપ થઈ જાય. પછી અનુભવ-લક્ષ-પ્રતીતિ રહે. હવે એ અનુભવ વધતા જવાના અને પૂર્ણ અનુભવને કેવળજ્ઞાન કહ્યું. કેવળજ્ઞાન એ સંપૂર્ણ અનુભવ છે. ત્યાં સુધી અનુભવ થયા જ કરે.
કેવળ આત્મપ્રવર્તન, દર્શન-જ્ઞાન સિવાય અન્ય કોઈ પ્રવર્તન નહીં, એને કેવળજ્ઞાન કહેવાય.
શુદ્ધાત્મા પદ થયા પછી આગળનું કેવળજ્ઞાન સ્વરૂપ તે છેલ્લું પદ છે. કેવળજ્ઞાન થઈ ગયું એટલે થઈ ગયો પૂર્ણ પરમાત્મા. એ નિર્વાણને લાયક થઈ ગયો.
પહેલાના મોહથી જે સત્યાભાસ હતા તે નથી ગમતા. તેનો સમભાવે
82