________________
પ્રેક્ટિક્લ વધતું વધતું કેવળજ્ઞાન સુધી જાય, પણ એ આરાધનમાં અહંકારનું પોઈઝન ન પડે તો, કે “હું કંઈક છું. મતિજ્ઞાનથી આગળ ગયા પછી “હું જાણું છું' એવું થઈ જાય તો પોઈઝન પડ્યું. એનાથી પ્રત્યક્ષ જ્ઞાનીને પૂછતો નથી. પછી શ્રુતજ્ઞાનય બંધ થાય ને મતિજ્ઞાનય બંધ થઈ જાય.
શ્રુતજ્ઞાન સાંભળીને લોકોને કહેવાની ઈચ્છા થાય, તો એનો અર્થ જ નહીં. એ તો પોતે બહુ દહાડા જ્ઞાનીની વાણી સાંભળ સાંભળ કરે ત્યારે શ્રુતજ્ઞાન પરિણામ પામેપછી એ મતિજ્ઞાનરૂપે થાય. પછી વાણીરૂપે બોલાય તો સામાને ઊગે.
શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનમાં ઝડપથી ફેરવવા માટે ચારિત્રબળ જોઈએ. એમાં એક, બ્રહ્મચર્ય અને બીજું, કોઈને કિંચિત્માત્ર દુઃખ નહીં દેવું. આ બે ગુણાકારથી ચારિત્રબળ વધે. એટલે મતિજ્ઞાનમાં જલદી પ્રગમી જાય.
અક્રમ વિજ્ઞાનમાં જ્ઞાની પુરુષ દાદા ભગવાનની કૃપાથી આત્મા પ્રાપ્ત થઈ જાય છે પણ જે ભરેલા માલને લીધે આવરણો છે તે નડે છે. આવરણ શાથી આવ્યા છે ? કુશ્રુત-કુમતિથી.
મતિજ્ઞાનાવરણને લીધે કાર્ય જોઈને પણ કારણ ના સમજી શકે. કેટલાક કારણ જુએ પણ એનું ફળ શું આવશે એ ના સમજાય એને.
મતિજ્ઞાનની વિરાધના થઈ જાય તો બુદ્ધિ ઉપર આવરણ આવી જાય. પછી મૂરખ જેવો રહે. એના ઉપાયમાં વિરાધનાની ફરી ફરી ક્ષમાપના લે તો બચી જાય.
[૪] અવધિજ્ઞાત-મતાપર્યવજ્ઞાન
(૪.૧) અવધિજ્ઞાન અવધિજ્ઞાન એટલે અમુક મર્યાદા સુધીનું જોઈ શકે, જાણી શકે, તે સો-બસો-પાંચસો-હજાર માઈલની રેડિયસમાં. જે વસ્તુ ફોટોગ્રાફીમાં આવે એ એને દેખાય. એ કુઅવધિ કહેવાય. એ સ્થળ જ્ઞાન અમુક હદ સુધીનું હોય. એમાં આત્માની વાત નથી, પુદ્ગલનું શું થઈ રહ્યું છે એ દેખાય. લડાઈ, મકાનો બળતા, મારામારી બધું દેખાય.
54