________________
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી
૪૨૧
આખું કેવળજ્ઞાન” દેખાયા કરશે. અમારે બુદ્ધિ વાપરવાની નહીં, અમે અબુધ છીએ.
પુગલનું આકર્ષણ ખલાસ થયે, પમાશે કેવળજ્ઞાત
પ્રશ્નકર્તા : પ્રત્યેક પુદ્ગલનું આકર્ષણ સર્વથા જતું રહે ત્યારે કેવળજ્ઞાન થાય કે અહંકાર જાય ત્યારે કેવળજ્ઞાન થાય ?
દાદાશ્રી : જીવતો અહંકાર જાય ત્યાર પછી ડિસ્ચાર્જ અહંકાર રહે. એ મડદાલ અહંકાર છે, એ જીવંત નથી. પણ મડદાલ અહંકાર છે ત્યાં સુધી શરીર કાર્ય કરી શકે. એ જ્યારે જાય એટલે આકર્ષણ બધું જતું રહે, ત્યારે કેવળજ્ઞાન થાય. દેહ હોય પણ પોતાને આકર્ષણ ના હોય, કોઈપણ પ્રકારનું આકર્ષણ !
પ્રશ્નકર્તા ઃ આકર્ષણ એ પુદ્ગલનો ગુણ કહેવાય ? દાદાશ્રી : હા, આકર્ષણ એ પુદ્ગલનો ગુણ કહેવાય. પ્રશ્નકર્તા: જેનો અહંકાર ગયો હોય, તેને પુદ્ગલનું આકર્ષણ રહે?
દાદાશ્રી : એને પોતાને ના રહે, પણ પુદ્ગલને પુદ્ગલનું આકર્ષણ રહે. આ તને અહંકાર ગયેલો હોય તો તને ના અડે પણ ચંદુને રહે, પુદ્ગલને પુદ્ગલનું આકર્ષણ રહે. જ્યાં સુધી એમાંથી રસ ખેંચાઈ ગયો નથી ત્યાં સુધી નવો રસ ઉત્પન્ન થતો નથી ને જૂના રસનો નિવેડો લાવી નાખે. નવો રસ ઉત્પન્ન થતો હોય ત્યાં આગળ સંસાર. કોઝિઝ ને ઈફેક્ટ બન્ને સાથે હોય એનું નામ સંસાર. આ તો ઈફેક્ટ જ છે ખાલી. એમાં કોઝિઝ ના હોય, નિકાલી બાબત હોય આ.
પ્રશ્નકર્તા : પછી પુગલને પુદ્ગલનું આકર્ષણ ના હોય ?
દાદાશ્રી : એય ના હોય. પેલું આકર્ષણ તો તમને નથી, પણ પુદ્ગલને પુદ્ગલનું આકર્ષણ રહ્યું છે. એ તમારે જતું રહે ત્યારે કેવળજ્ઞાન થાય. અમારે ચાર અંશ ખૂટે છે એટલે ચાર અંશનું અમારે હોય. બાકી બીજું કશું આકર્ષણ અમારે હોય નહીં.