________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : જેમ જેમ વ્યવસ્થિતના પર્યાયો સમજાતા જશે, જેટલા વધારે પર્યાય સમજાય એટલો વધારે લાભ થાય. આ વ્યવસ્થિત બધાને સમજાય ખરું, પણ સહુ સહુની ગરણી, જાગૃતિ પ્રમાણે. પછી સંપૂર્ણ પર્યાય સમજાઈ જાય તો તે દહાડે કેવળજ્ઞાન થયેલું હોય ! મારેય ચાર ડિગ્રીના પર્યાય ખૂટે. એટલે ‘વ્યવસ્થિત’ સમજવા જેવી વસ્તુ છે.
૪૨૦
જેટલી રોંગ માન્યતાઓ ખસે એટલી જાગૃતિ વધે અને એટલું જ ‘વ્યવસ્થિત’ સમજાય એને. જેમ વ્યવસ્થિત સમજાતું જાય, એમ પાછી જાગૃતિ વધતી જાય અને સંપૂર્ણ વ્યવસ્થિત સમજાશે ત્યારે પૂર્ણાહુતિ ! પણ ‘વ્યવસ્થિત’ એકદમ સમજાય નહીં.
આપણો એક-એક શબ્દ સમજી જાયને, એક જ સાચો શબ્દ જો સારી રીતે સમજી જાયને તો ઠેઠ કેવળજ્ઞાન સુધી લઈ જાય એમ છે, પણ સમજવો જોઈએ.
આ વ્યવસ્થિત સમજાયું ને, એ તો હજુ સ્થૂળ સમજેલું છે. હજુ સૂક્ષ્મ વ્યવસ્થિત આખું સમજવાનું છે, પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. વ્યવસ્થિત પૂરું સમજાય એટલે કેવળજ્ઞાન થાય.
બુદ્ધિ-અહંકાર તિકૂળ થયે, દેખાશે કેવળજ્ઞાત
પ્રશ્નકર્તા : તમે કહ્યું છે કે કેવળજ્ઞાન પામવા માટે અબુધ થવાની જરૂર છે. અબુધ થયા વગર કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય.
દાદાશ્રી : કેવળજ્ઞાન ન થાય, એ સાચી વાત છે. કારણ કે કેવળજ્ઞાન એ સંપૂર્ણ દશા છે મૂળ પ્રકાશની. ત્યારે મૂળ પ્રકાશ એ બુદ્ધિથી જુદો છે. જેમાં અહંકાર નામેય નથી એ પ્રકાશ અને આ અહંકારી જ્ઞાન એ બુદ્ધિ.
પ્રશ્નકર્તા ઃ હવે અબુધ થવાનું ?
દાદાશ્રી : ના, અબુધ તો એ જ્ઞાન લીધા પછી સ્વાભાવિક થયા જ કરે. જ્યારે બુદ્ધિ બિલકુલ વપરાશે નહીં, અહંકાર નિર્મૂળ થશે, ત્યારે