________________
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી
૪૧૭
જેટલો વખત તમે જ્ઞાયક રહો એટલો વખત તમે ભગવાન, એટલો વખત કેવળજ્ઞાનના અંશો ભેગા થાય.
વીતરાગ થવાની શરૂઆતથી માંડીને વીતરાગ થવાના એન્ડ સુધી વીતરાગ થતા થતા થતા આગળ વધી અને સર્વાશે વીતરાગ થાય ત્યારે કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન પહેલું થાય નહીં, અંશે વીતરાગ થતો થતો થતો થતો જેટલા અંશે વીતરાગ થયો, એટલા અંશે કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાનેય એટલા અંશે ગણાય. પછી સંપૂર્ણ કેવળજ્ઞાન ક્યારે ગણાય કે સર્વીશે વીતરાગ થાય ત્યારે સંપૂર્ણ કેવળજ્ઞાન થાય.
પાંચ આજ્ઞા પાલવે, પમાશે કેવળજ્ઞાન નિઃશંક
તમારે હજી મારી આજ્ઞા પાળવાની છે. જેટલી આજ્ઞા પાળો તેટલા કેવળજ્ઞાન સ્વરૂપ થાઓ.
આ પાંચ વાક્યો જ એ કેવળજ્ઞાનના યથાર્થ સાધનો છે. એ સાધનોથી કામ લીધું કે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. આ સંસાર નડતો નથી. આ પાંચ વાક્યો ને સંસારને લેવાદેવા નથી.
આત્મજ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તાય એટલે પછી કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન પામવું એ જ્ઞાની મળે પછી કંઈ બહુ છેટું નથી, નહીં તો કરોડો વર્ષ, કરોડો અવતારેય નથી.
પ્રશ્નકર્તા કૃપાળુદેવની બૂકમાં વાંચ્યું હતું કે સત્સંગ કરશો તો કેવળજ્ઞાન નજીક છે.
દાદાશ્રી : એ ખરું કહેવાય, સાચું લખ્યું છે. આપણે કેવળજ્ઞાનની બહુ ઉતાવળ ના કરવી. આજે છે તે રૌદ્રધ્યાન-આર્તધ્યાન ના થાય એની ઉતાવળ કરવી.
પ્રશ્નકર્તા અત્યારે જે જરૂરી હોય તે જ પહેલા કરાય ને ?
દાદાશ્રી : કેવળજ્ઞાન તો એની મેળે સામે આવે છે. એને લેવા જવું પડતું નથી.