________________
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી
૪૧૫
કહેવાય, પણ ફુલ સ્કોપમાં થાય એટલે કેવળજ્ઞાન કહેવાય. જાગૃતિ એ છે તે પૂર્ણત્વે પહોંચે એનું નામ કેવળજ્ઞાન. પછી તેથી આગળ સ્ટેશન નથી. આ જ છેલ્વે સ્ટેશન છે.
જાગૃતિ એ જ જ્ઞાન છે ને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. તમામ પ્રકારની જાગૃતિ, અણુએ અણુ, પરમાણુએ પરમાણુની જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. કેવળજ્ઞાનનું જે આખરી પગથિયું છે, તેમાં કેવળ સ્વરૂપની જ રમણતા રહે.
સંપૂર્ણ જાગૃતિ એ કેવળજ્ઞાન છે અને કેવળજ્ઞાન એ ખુદ પરમાત્મા છે અને એ ખુદ પરમાત્માની સાથે અમે વાતચીત કરીએ છીએ નિરંતર અને તમે બધા અમારી જોડે બેઠા, પછી દુઃખ હોય કોઈને ? ખુદ પરમાત્મા કોઈ દહાડો પ્રગટ થતા નથી, ચોવીસ તીર્થકરો સિવાય ખુદ પરમાત્મા પ્રગટ થયેલા નથી !
ઉપયોગ ઉપયોગમાં એ વિજ્ઞાન સ્વરૂપ મેં જે જ્ઞાન આપ્યું, તે તમને દર્શનમાં પરિણામ પામ્યું. હવે જ્ઞાન છે તે અમારી જોડે બેસશો તેમ તેમ તેટલા અંશે વધતું જશે, તેમ શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થશે. જેટલો શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો એટલું જ્ઞાન છે. એ શુદ્ધ ઉપયોગ સંપૂર્ણ વર્તો નિરંતર, એનું નામ કેવળજ્ઞાન ! સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ તે કેવળજ્ઞાન કહ્યું છે. એને શુદ્ધ ઉપયોગમાંથી કેવળજ્ઞાનના બીજ રોપાયા, અંશ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ સર્વાશ થતા ટાઈમ લાગે, સૌસૌના પુરુષાર્થ પ્રમાણે. જે અમારી આજ્ઞામાં રહે એને સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે.
પ્રશ્નકર્તા આપે કહ્યું કે અમારે ઉપયોગ ઉપયોગમાં રહે, એટલે એમાં બે ઉપયોગ થયા તો કયો ઉપયોગ કયા ઉપયોગમાં રહે ?
દાદાશ્રી : પહેલો ઉપયોગ એટલે જે શુદ્ધ ઉપયોગ છે તે. એ ઉપયોગ એટલે પોતાની જાતને શુદ્ધ જોવી, બીજાને શુદ્ધ જોવા, આજ્ઞામાં રહેવું એ બધું શુદ્ધ ઉપયોગ કહેવાય અને એ શુદ્ધ ઉપયોગની ઉપરેય