________________
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી
નિજસ્વભાવનું જ્ઞાન તો અત્યારે તમને વર્તે છે પણ ખંડિત વર્તે છે. એટલે અખંડ વર્તે ત્યારે કેવળજ્ઞાન કહેવાય ને આ અંશે કેવળજ્ઞાન કહેવાય. જેટલું ખંડિત એટલું અંશ કેવળજ્ઞાન.
પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું' એનું અખંડ વર્તે.
દાદાશ્રી : અખંડ વર્તે. હવે આ બધાને ખંડિત કેમ થાય છે ? અખંડ પ્રતીતિ રહે છે પણ અખંડ જ્ઞાન રહેતું નથી. એનું શું કારણ ? ત્યારે કહે, આ પાછલાં કર્મો એને ગોદા મારે. પ્રતીતિ જાય નહીં પણ જ્ઞાન અને અનુભવ બે જુદી વસ્તુ છે. શું જતું રહે ?
પ્રશ્નકર્તા : લક્ષ અને અનુભવ જતું રહે.
૪૦૫
દાદાશ્રી : હા, એટલે કહે છે કે જો કદી આ કર્મ પૂરા થઈ જાય, પછી એની મેળે કેવળજ્ઞાન થઈ જાય.
‘હું શુદ્ધાત્મા છું’તું અવલંબત છૂટે, બને નિરાલંબ
કેવળજ્ઞાન એટલે એબ્સૉલ્યૂટ. એને ગુજરાતીમાં કહેવું હોય તો નિરાલંબ. એટલે અમને કોઈ જાતના અવલંબનની જરૂર નહીં. એટલે અમને કશું વસ્તુ અડે નહીં, એ અમારું સ્વરૂપ. જેલમાં બેસાડ્યા તોય પોતે નિરાલંબ, બહાર બેસાડે તોય નિરાલંબ. કારણ કે અક્રમ વિજ્ઞાન છે, ફુલ સ્ટોપ (પૂર્ણવિરામ) વિજ્ઞાન છે, આ કોમા (અલ્પવિરામ) વિજ્ઞાન નથી. પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું અવલંબન કોને છે, આત્મા તો નિરાલંબ
છે ?
દાદાશ્રી : પ્રજ્ઞાને. આ શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થાય એટલે કેવળજ્ઞાનના અંશની શરૂઆત થાય. સર્વાશે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાનના અમુક અંશનું ગ્રહણ થાય એટલે આત્મા તદન છૂટો જ દેખાયા કરે, ત્યાર પછી ‘એક્સૉલ્યૂટ’ થાય.
શુદ્ધાત્મા થયા એટલે મોક્ષમાં આવ્યા તમે, મોક્ષનો વિઝા મળી ગયો તમને. તમારી ગાડી શરૂઆત થઈ ગઈ, ‘હું શુદ્ધાત્મા છું’ એ.