________________
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી
૪૦૩
પ્રશ્નકર્તા : દાદા, શુદ્ધાત્મા પછી પરમાત્મા પદ જ રહ્યું ?
દાદાશ્રી : શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે, પણ એ આ અહીં આગળ જ્યાં સુધી કેવળજ્ઞાન થયું નથી ત્યાં સુધી શુદ્ધાત્મા. એ પછી કેવળજ્ઞાન થઈ ગયું એટલે થઈ ગયો પરમાત્મા, ફુલ (પૂર્ણ) થઈ ગયો. નિર્વાણ પદને લાયક થઈ ગયો.
સર્વથા તિજપરિણતિ એ કેવળજ્ઞાત
કેવળજ્ઞાનનું સ્વરૂપ તેને જ કહેવામાં આવે છે કે પુદ્ગલ પિરણિત બંધ થાય. કોઈ પણ જાતની પુદ્ગલ રમણતા નહીં, નિરંતર પોતાની સ્વભાવિક રમણતા, સ્વભાવની, આત્માની જ નિરંતર રમણતા. પુદ્ગલની સહેજ પણ રમણતા નહીં એ કેવળજ્ઞાન છે. જ્યાં સુધી પુદ્ગલની થોડી ઘણી રમણતા છે, ત્યાં સુધી કેવળજ્ઞાન થયું નથી પણ કેવળદર્શન હોય.
સર્વથા નિજપરિણતિને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. અત્યારે કેવળદર્શનમાં નિજપરિણતિ ઉત્પન્ન થઈ છે. જે કેવળજ્ઞાનમાં સંપૂર્ણ થશે. નિજપરિણતિ ઉત્પન્ન થયેલી છે, તે ક્રમે ક્રમે વધ્યા કરશે અને કેવળજ્ઞાન સ્વરૂપમાં પરિણમશે. નિજપરિણતિ એ આત્મભાવના છે, ‘હું શુદ્ધાત્મા’ એ આત્મભાવના નથી.
કેવળજ્ઞાનનું જે આખરી પગથિયું છે, તેમાં ‘સ્વરૂપ’ની જ રમણતા રહે. મોક્ષ તો થઈ જ ગયેલો છે, પણ હવે રમણતા જે થઈ જાય છે તે રમણતા બે પ્રકારની છે : (૧) ‘હું શુદ્ધાત્મા છું' તેમ જાણો અને જે નથી ગમતી તેવી રમણતા કરવી પડે છે. બહાર જવાનું ના ગમતું હોય પણ પહેલા સહી કરી આપેલી છે તે રમણતામાં રહેવું પડે. (૨) બીજી સ્વરૂપની રમણતા. બીજા લોકો પહેલી રમણતામાં તન્મયાકાર થઈ જાય, જ્યારે આપણને પણ પહેલા પ્રકારની રમણતા આવે ખરી પણ તેમાં આપણે તન્મયાકાર ના થઈએ.
નિશ્ચય ચારિત્ર ઉત્પન્ન થયે, છેલ્લે થાય કેવળજ્ઞાત
જ્યાં સુધી ‘હું આત્મા છું' એવી શ્રદ્ધા બેઠી છે એટલે સમ્યક્ દર્શન