________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
હવે ત્યાં ક્યાં ગયા કહે છે ? વડોદરે ગયા. વડોદરે ગયા એમ કહેવાય પણ હજુ અડધે રસ્તે છે. આ છે એ ક્રિયામાં છે. એટલે કોઝીઝમાં છે એ કરવાના જ, એ થવાનું જ છે. માટે એને ‘ગયા’ એમ કહીએ છીએ આપણે.
૩૭૮
પ્રશ્નકર્તા : એમ આ કારણ સર્વજ્ઞ કહેવાય ?
:
દાદાશ્રી : હા, એનું નામ કારણ સર્વજ્ઞ. આ સર્વજ્ઞ થવાના કારણો સેવી રહ્યા છે. હવે એક જ સ્ટેપ બાકી છે, બીજા સ્ટેપે સર્વજ્ઞ થાય. કારણ સર્વજ્ઞ, આ કાળે અંતિમ પદ
આ કાળમાં સર્વજ્ઞપદ ઉત્પન્ન થાય એવું નથી. આ કાળ જ વિચિત્ર છે. આ દુષમકાળ છે. આ તો આ પદ ઉત્પન્ન થયું છે તેય અજાયબી છે ! કુદરતની અજાયબી ! નહીં તો આ પદેય ના હોય. આ તો હું ચાર માર્કે નાપાસ થયો, તે તમારે ભાગે આવ્યો. નાપાસ થયેલા કામ લાગી ગયા. અને અક્રમ વિજ્ઞાન આવ્યું હાથમાં, એટલે ઝટપટ આખું કામ નીકળી ગયું. એટલે કારણ સર્વજ્ઞ આ કાળનું બહુ મોટું પદ કહેવાય ! સર્વજ્ઞ પદ
આ કાળમાં છે જ નહીં. એનું અસ્તિત્વ જ નથી. સર્વજ્ઞપદ થાય તો મોક્ષ થવો જોઈએ અને આ કાળમાં મોક્ષ છે નહીં. એક અવતારી પદ છે. આ સંસાર તો એક અવતાર સુધી જ બાકી રહે.
આ તો અહીંથી ચાર ડિગ્રી ઓછું, ‘કારણ સર્વજ્ઞ' સુધી અહીંથી પહોંચાય એવું છે. આ તો ગામમાં મેઈન સ્ટેશન હોય ને બીજું પરાનું
સ્ટેશન હોય. તમે પરાના સ્ટેશનમાં આવી ગયા તો ગામમાં આવ્યા
કહેવાય. આ તો અહીંથી કારણ કેવળજ્ઞાન સુધી પહોંચાય એવું છે.
ભલે તાપાસ થયા પણ કહેવાય કારણ કેવળજ્ઞાત
પ્રશ્નકર્તા : દાદા, આપને માટે પેલા પદમાં લખ્યું છેને, વર્તે છે કેવળજ્ઞાન.
દાદાશ્રી : હવે કેવળજ્ઞાન આ કાળમાં થતું નથી અને કવિએ કેવળજ્ઞાન લખ્યું, પણ આપણું કેવળજ્ઞાન કાઢી નખાય એવું નથી. કારણ