________________
(૭.૩) દશા - જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને ક્વળજ્ઞાનીની
જ્ઞાતી ૩૫૬ ડિગ્રીએ, ભગવાન ૩૬૦ ડિગ્રીએ પ્રશ્નકર્તા: દાદા, આપની તથા તીર્થંકરની ડિગ્રીમાં કેટલો ફરક?
દાદાશ્રી : પેલી ડિગ્રીઓ હોય ત્રણસો સાઈઠ, એ ત્રણસો સાઈઠ ડિગ્રી પૂરી થાય ત્યારે એ કેવળજ્ઞાન કહેવાય અને એ તીર્થંકર ભગવાન કહેવાય. અમારે (જ્ઞાનીને) ત્રણસો છપ્પન ડિગ્રી છે.
દાદા ભગવાનની ત્રણસો સાઈઠ ડિગ્રી છે અને એ ચોવીસ તીર્થંકર કહો, જે કહો એ, તે સંપૂર્ણ દશામાં છે અંદર, એની હું ગેરેન્ટી આપું છું. એમને ચોવીસ તીર્થંકરના કોઈપણ તીર્થકર કહો તો એ છે મહીં, પ્રગટ થયેલા ! એને મેં જાતે જોયેલા છે. હું કહી દઉ કે આ દાદા ભગવાન, મેં જાતે જોયેલા છે તે !
પ્રશ્નકર્તા: આપ જ્ઞાની અને દ્રષ્ટા, તો આપની અને દાદા ભગવાન વચ્ચેનો સંબંધ શું ?
દાદાશ્રી : દાદા ભગવાનની ત્રણસો સાઈઠ ડિગ્રી છે, હું ચાર ડિગ્રીમાં નાપાસ થયો છું કેવળજ્ઞાનમાં. એટલે મારે આ તમારી જોડે બેસવું પડે છે આ બધું. નાપાસ ના થયો હોત તો મોક્ષે જતો રહેત, પણ નાપાસ થયો ચોથા આરામાં, તે આ પાંચમા આરામાં આવવું પડ્યું મારે. ચાર જ ડિગ્રી ફેર છે આ. તેથી હું ભજું છું દાદા ભગવાનને આમ કરીને, અમારે ચાર ડિગ્રી પૂરી કરવાનીને ?