________________
૩૪૯
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થકર ભગવાનની
આમ જાણે ભૂત-ભવિષ્ય-વર્તમાતના પર્યાયતે પ્રશ્નકર્તા: દાદા, એવું કહ્યું કે ઘડાના બધા પર્યાય જાણે તો એ કેવી રીતે ?
દાદાશ્રી : હા, ઘડાના બધા પર્યાય જાણે છે એટલે આ ઘડો આજે આવો છે વર્તમાનમાં, તો ભૂતકાળમાં આવો હતો અને તેમાંથી આ ઉત્પન્ન એના બધા પર્યાયોને કહી શકે અને આ ઘડાના હજુ પર્યાય ભવિષ્યમાં શું થશે, એવું કહી શકે.
એ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ કેવી રીતે જુએ છે એ વાત તમને સમજાવું, એને કેવળજ્ઞાની કેવી રીતે જુએ છે ? તે આ ઘડો જોયોને એટલે ભૂતકાળમાં આમ હતો અને ભવિષ્યકાળમાં આ સ્થિતિ થશે એમ એના બધા પર્યાયને જાણવા, એનું નામ કેવળજ્ઞાન.
તે એમને શું થાય કે આ ઘડો છે. તે આ જે એના પર્યાયમાં દેખાય છે, એ પહેલા શું હશે ? સૌથી પહેલા તે એક તળાવમાં માટીરૂપે ભેખડ હતી. તેમાં પેલો ખોદતો દેખાય એમને. ખોદીને પછી ગધેડા ઉપર નાખતો દેખાય. પછી છે તે ગધેડા ઉપરથી ઘેર લાવીને પાણી નાખીને ગૂંદે, તે ગૂંદતો દેખાય. માટીમાંથી એનો ગારો બનાવ્યો. ગારામાંથી પછી છે તે ચાકડા ઉપર દેખાય. ચાકડા ઉપરથી ઉતારેલો દેખાય. આ બધું દેખાય નહીં, એમને જ્ઞાનમાં વર્તે. પછી નિભાડામાં મૂકાયું. ત્યાં પકાવવાનું દેખાય. પછી ત્યાંથી વેપારીને ત્યાં ગયો, પછી ત્યાંથી અહીં આવ્યો, તે પાણી ભર્યું ત્યારે ભોટવો તૈયાર થયો. હવે પછીના પર્યાયો શું થશે? ત્યારે કહે, માટી થતાં સુધી એ ભોટવો રહેશે. પછી માટી થઈ જશે. એવી રીતે બધા પર્યાયોને જાણે. વસ્તુને જાણે, વસ્તુના પર્યાયોને જાણે. એટ-એટાઈમ, ગણતરીબંધ નહીં.
પ્રશ્નકર્તા : એટ-એ-ટાઈમ જાણવું ! દાદાશ્રી : આ બુદ્ધિથી ક્રમવાર દેખાય અને આ એટ-એ-ટાઈમ