________________
ભાગ મિશ્ર ચેતન છે અને એનીય બહારનો ભાગ અચેતન ચેતન છે. જેને ફાઈલ કહીએ છીએ, એ ભાગ નિર્જીવ નથી, છતાં અચેતન ચેતન છે, નિશ્ચેતન ચેતન છે. ખાલી માન્યતા જ છે કે આ જીવ છે, આમાં ચેતન છે જ નહીં.
છોકરો મરી જાય તો કેટલાક રડે, કેટલાક ના રડે. જ્ઞાનીઓ તો હપૂચા કશું આને ગણતરીમાં જ ના લે. કારણ કે આ ચેતન નથી મરતું, ખાલી રોંગ બિલીફ જ છે.
9મિકેનિકલ ચેતન બે પ્રકારના આત્મા એક સચર એ મિકેનિકલ આત્મા અને બીજો અચર એ મૂળ આત્મા. મૂળ આત્માથી મિકેનિકલ આત્મા ઊભો થયો છે.
પોતે અચળ છે, પણ પોતાના સ્વરૂપની અજ્ઞાનતાથી, લોકસંજ્ઞાથી પોતે માને છે કે ચંદુ છું', તેથી ચંચળ થઈ જાય છે. પોતે ચંદુ તરીકે રહે એ મિકેનિકલ આત્મા છે.
| મિકેનિકલ આત્માને હું છું” માનવો એ જ ભ્રાંતિ, એનું નામ વિકલ્પ, એ જ કર્તાપણું. આ મિકેનિકલ આત્મા અહંકારથી ઊભો થયો છે. અહંકાર વિલય થાય ત્યારે મિકેનિકલ આત્મા બંધ થઈ જાય. ( મિકેનિકલ આત્માથી પોતે જુદો રહે, તો પોતે બંધાતો નથી. પછી મિકેનિકલ આત્મા ગમે તે કરતો હોય, પણ પોતે તન્મયાકાર થતો નથી તો બંધનમાં આવતો નથી. એવો માર્ગ વીતરાગો પામેલા.
આ બધો વ્યવહાર કરે છે, જપ, તપ, શાસ્ત્રોનું વાંચન, ધ્યાન બધું મિકેનિકલ આત્મા કરે છે. એને “હું છું એવું માને છે ને એને સુધારવા ફરે છે એ જ ભૂલ છે. મૂળ આત્મા એની પેલી પાર છે. જ્યારે સેલ્ફ રિયલાઈઝેશન થાય ત્યારે મૂળ આત્મા પમાય.
આ મિકેનિકલ આત્મા પૂરણ-ગલન સ્વભાવનો છે.
જગત જેને આત્મા માની રહ્યું છે તે આત્મા છે જ નહીં. લૌકિક માન્યતાથી આત્મા માને છે, પણ એ તો મિકેનિકલ આત્મા છે. એ
43