________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થંકર ભગવાનની
૩૩૩
સાચા શ્રુતકેવળી (લાયક સુધી પહોંચેલા) એ કારણ કેવળજ્ઞાની કહેવાય ને કેવળજ્ઞાની તો કશું કરી ના શકે. શ્રુતકેવળી બીજા પર ઉપકાર કરી શકે.
અશોચ્યા કેવળી એ સ્વયંભુદ્ધ પ્રશ્નકર્તા ઃ બીજો શબ્દ છે અશોચ્યા કેવળી, એટલે શું ? કૃપાળુદેવના વચનામૃતમાં લખેલું આવે છે, અશોચ્યા કેવળી.
દાદાશ્રી : આ તો બધા પારિભાષિક શબ્દ છે. અશોચ્યા કેવળી એ માગધી શબ્દ છે. કૃપાળુદેવે માગધી શબ્દ લખ્યો છે આ. એ શું કહેવા માગે છે કે કોઈ જ્ઞાની પાસે કે કેવળજ્ઞાની પાસે સાંભળ્યા વગર જ જ્ઞાન ઉત્પન્ન થયેલું. જેને સ્વયંબુદ્ધ કહે છે, એના જેવું. “અશોચ્યા કેવળી” એ માગધી શબ્દનું આપણું શું થાય ? અશ્રુત, એટલે કંઈ પણ સાંભળ્યા સિવાય કે કર્યા સિવાય ઉત્પન્ન થયેલું. સ્વયંબુદ્ધ એટલે આ ભવમાં કોઈના ઉપદેશથી સર્વજ્ઞ ના થયા હોય તે.
પ્રશ્નકર્તા ઃ એકાદ લાખ વર્ષે એવો તો કોઈ એક પાકેને કે જેને પોતાની મેળે જ્ઞાન થાય ?
દાદાશ્રી : એને સ્વયંભુદ્ધ કહ્યા છે. પણ સ્વયંબુદ્ધ તો આ અવતારની અપેક્ષાએ, ગયા અવતારની નહીં. આગલા અવતારમાં જ્ઞાન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. સ્વયંબુદ્ધ હોય, એ બીજા અવતારે નિમિત્ત થઈને જગતનું કલ્યાણ કરે.
પ્રશ્નકર્તા: એટલે આગળના કોઈ અવતારમાં એમણે જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય ?
દાદાશ્રી : હા, જ્ઞાન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, નહીં તો ના થાય. સીધેસીધું, કોઈને એમને એમ ના થાય. સ્વયંબુદ્ધ એ આ કાળના આધારે. અમારે કોઈનું લેવું નથી પડ્યું એટલે અમને સ્વયંભુદ્ધ કહે. તીર્થકરો બધા સ્વયંબુદ્ધ હોય. એ અવતારમાં લેવું ના પડે. એમને ગુરુ ના હોય.