________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થંકર ભગવાનની
૩૩૧
પ્રશ્નકર્તા ઃ સમ્યક્ દર્શન હોયને એને, દાદા ? દસ પૂર્વથી ઉપરનાને ?
દાદાશ્રી : તેથી આપણે કહીએ છીએને, એટલે ક્ષયોપશમપૂર્વક એમનું એ જાણે. કારણ કે એ ક્ષયોપશમમાં પડેલા કહેવાય. ઉપશમ સમકિત થયા પછી ક્ષયોપશમ સમક્તિમાં ગયેલા હોય. તેમનું જેટલું ક્ષયોપશમ હોય એ પ્રમાણે એ આત્મા જાણે. અને શ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાન જેવું, એટલું આખુંય જાણે. એટલે જ્યાંથી પૂછો ત્યાંથી જવાબ આપે. પોતાને લક્ષમાં હોય કે આમ હોય, આમ ના હોય. કારણ કે શ્રુતકેવળી છે ને, એટલે પોતાને ક્ષયોપશમ ઓછો છે આત્માનો. પણ જાણે ખરા કે આ આદરવા યોગ્ય અને આ નહીં આદરવા યોગ્ય. કો'ક પૂછે ને જવાબ આપે તો એને પોતાને જવાબ ખ્યાલ હોય એટલે શ્રુતકેવળી કહેવાય. એ એક પ્રકારના કેવળી કહેવાય છે, જેવું-તેવું પદ ના કહેવાય !
શ્રુતકેવળી - થીયરેટિકલી પૂર્ણ, પ્રેક્ટિકલી અપૂર્ણ પ્રશ્નકર્તા : શ્રુતકેવળી નેક્સ્ટ ટૂ કેવળજ્ઞાની કહેવાય ?
દાદાશ્રી : ના, ના, જ્ઞાની જ કહેવાય. (કારણ કે ક્ષયોપશમવાળા છે માટે.)
પ્રશ્નકર્તા : સર્વજ્ઞ કહેવાય કે જ્ઞાની ?
ઃ
દાદાશ્રી : જ્ઞાની કહેવાય. પછી આગળ ઉપર સર્વજ્ઞ થાય. કારણ કે સર્વજ્ઞ તો જેણે સર્વજ્ઞના કારણો સેવન શરૂ કર્યા ત્યારથી સર્વજ્ઞ કહેવાય. કારણ સેવન કરે, ત્યારથી કાર્ય થાય ત્યાં સુધી સર્વજ્ઞ.
પ્રશ્નકર્તા : આ શ્રુતકેવળી જે છે, સંપૂર્ણ કેવળજ્ઞાન છે તેની પાસે ?
દાદાશ્રી : ના, એમને હજુ બાકી, ઘણું બાકી. શ્રુતકેવળી એટલે એંસી ટકા પ્રેક્ટિકલ ને સો ટકા થીયરેટિકલ.
પ્રશ્નકર્તા : એટલે બાકીના વીસ ટકા એનું થીયરેટિકલ ?
દાદાશ્રી : એટલું બાકી રહ્યું, કેવળજ્ઞાન થવામાં વીસ ટકા પ્રેક્ટિકલ બાકી રહ્યું. એ બાકી રહ્યું છે માટે શ્રુતકેવળી પણ કેવળજ્ઞાન ન થાય. આ