________________
(૭.૧) કેવળજ્ઞાનની સમજ
જે જ્ઞાન આપણા અહંકારને ભૂલાડે એ કેવળજ્ઞાન છે. આ અહંકારી જ્ઞાન શુદ્ધ કરતા કરતા કરતા, શુદ્ધિકરણ કરતા કરતા કરતા શુદ્ધ જ થઈ જાય ત્યારે એક્સૉલ્યૂટ જ્ઞાન કહેવાય. બીજું ભેળસેળ કંઈ પણ ના રહે, નિર્ભેળ જ્ઞાન એ કેવળજ્ઞાન. આપણે તો કેવળ શુદ્ધાત્મા, શુદ્ધ જ્ઞાન જ. એબ્સૉલ્યૂટ જ્ઞાન ! કેવળજ્ઞાન ! બીજું કાંઈ નહીં. કેવળજ્ઞાન સિવાય કોઈ જગ્યા નહીં. એ જગ્યા અમે જોયેલી છે. એ જગ્યા અમે તમને કહીએ છીએ, એ જગ્યા અમે તમને બતાવીએ છીએ, ત્યાં પછી રહ્યું સહજ. પછી કાયદા જ કયા રહ્યા ? પરમ વિનય.
૩૧૫
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાનનું કોઈ ઉદાહરણ આપો.
દાદાશ્રી : આ કઢી છેને, એમાંથી ચોખ્ખું પાણી એકલું કાઢવું હોય તો શું કરવું પડે ? કઢીમાં પાણી ખરું કે નહીં, કે છાશ એકલી જ ? પ્રશ્નકર્તા : ના, પાણી ખરુંને.
દાદાશ્રી : બેઝ (પાયા)માં જ છે, બીજું મિક્ષ્ચર છે. એટલે પછી એક-એક કાઢવા માંડે. પાણી કાઢે ખરા આજના લોકો ? આ સાયન્ટિસ્ટો પૃથક્કરણવાળા બધું કાઢી આપે અને છૂટું કરી આપે. પાણી-પાણી જુદું કાઢી લે, આ જુદું કાઢી લે, મીઠું જુદું કાઢી લે, મરચું જુદું કાઢી લે. ના કાઢે ?
પ્રશ્નકર્તા : એનાલિસિસમાં કાઢે.
દાદાશ્રી : આ લેબોરેટરીમાં બધું ચોખ્ખું કરી આપે. બીજી રીત ના ફાવે તો આખી કઢી એની વરાળ કરી નાખે. પછી પેલો ભાગ આવ્યો તેને છૂટો પાડે, ચોખ્ખું પાણી થયું એનું નામ કેવળ પાણી. તેવું આ જ્ઞાનમાં બધું ભેળસેળ ભર્યું છે કઢી જેવું, તે ચોખ્ખું થઈ જાય પછી જ્ઞાન જ રહે. કેવળ, ચોખ્ખું જ્ઞાન જ રહે, એનું નામ કેવળજ્ઞાન.
શબ્દોથી નહીં, પણ અનુભવે સમજાય કેવળજ્ઞાત
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાનની એક્ઝેક્ટ પરિભાષા એ શબ્દમાં સમજાવી
શકાય ?