________________
(૫.૩) ત્રિકાળજ્ઞાન
૨૭૯
પ્રશ્નકર્તા એના ગુણધર્મથી જ કહે છે.
દાદાશ્રી : એ ગુણધર્મને જ જાણે. બાકી ત્રણેય કાળનું, એક વર્તમાન કાળમાં જ્ઞાન થાય તો તો વર્તમાનકાળને ભૂતકાળ, ભવિષ્યકાળ હોય જ નહીંને !
પ્રશ્નકર્તા અને વર્તમાનમાં ભૂતકાળનું જ્ઞાન થાય છે ખરું કે ?
દાદાશ્રી : ના, ના, હોતું હશે વળી ? એક કાળમાં બે કાળના જ્ઞાન ભેગા કેવી રીતે થાય તે ? વર્તમાનમાં વર્તમાન જ દેખે.
ત્રણેય કાળતા પર્યાયતે જાણે તે સર્વજ્ઞા જેમ કુંભારને આપણે કહીએ કે આ જે ઘડો દેખાય છે વર્તમાનમાં, તે ભૂતકાળમાં શું હતું આ? ત્યારે કહે, જમીન હતી, માટી હતી. માટીને ખોદી ખોદીને પછી ગારો બનાવ્યો, ત્યાંથી લઈને પછી ઘડો પાછો માટીમાં મળી જશે ત્યાં સુધીના પર્યાયોનું વર્ણન કરે. એટલે એ કુંભાર એ પર્યાયો જાણે અને વીતરાગો આ પર્યાય જાણે, જે જગતને જાણ નથી એવા પર્યાય જાણે. એવું દરેક પદાર્થનું જાણે એ સર્વજ્ઞ. એવું આ દરેક વસ્તુના, આગળ શું પર્યાય હતા અને અત્યારે શું છે, હવે પછી શું થશે, આ ત્રણેવ કાળના જે પર્યાય બતાવે છે એ સર્વજ્ઞ કહેવાય છે.
ભગવાને ત્રિકાળનું શું કહ્યું છે કે આ વસ્તુ છે એને ભગવાન જુએ એટલે માટીમાંથી ઉત્પન્ન થયું, ત્યાંથી બધી અવસ્થાઓનું જ્ઞાન એમને લક્ષમાં આવે, તરત જ જોતાની સાથે. અને હવે પછી ભવિષ્યમાં માટીમાં મળી જશે ત્યાં સુધીની બધી અવસ્થાઓને દેખી શકે, તે એને ત્રિકાળજ્ઞાન કહેવાય છે. આ સમજમાં આવી ગયું ?
પ્રશ્નકર્તા: હા, એ ક્યાંથી આવ્યું ને ક્યાં જવાનું છે, એની શું શું અવસ્થાઓ બદલાશે..
દાદાશ્રી : એ બધું જાણે તેનું નામ ત્રિકાળજ્ઞાન. અને વીતરાગોનું એ કેવળજ્ઞાન, એમને કોઈ વસ્તુ જાણવાની બાકી ના રહે. જેટલી