________________
૨૬૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
નહીંને ! થાય તેની કિંમત, ના થાય તેની કિંમત જ નહીંને ! પરવળ થતા હોત તો તેની કિંમત કે ભઈ ચાર રૂપિયે કિલો, આઠ રૂપિયે કિલો, બાર રૂપિયે કિલો. પરવળ ના થતા હોય તો પછી એની વેલ્યુ જ નહીંને !
પ્રશ્નકર્તા : એટલે આ કાળમાં થાય જ નહીં ?
દાદાશ્રી : ના થાય. તેનું આપણે કામેય શું હતું? એ કંઈ હેલ્પ કરનારી મોટી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા: શાસ્ત્રમાં એમ કહ્યું છે કે, એ હેલ્પ કરનારું છે. ઘણા લોકોને પાછળનું યાદ આવવાથી વૈરાગ્ય આવે.
દાદાશ્રી : એ તો બધુંય હેલ્પ કરે. દરેક વસ્તુ હેલ્પ કરે છે. કશું હેલ્પ કરતું નથી એવું નથી. જાતિસ્મરણ જેવી બીજી દરેક વસ્તુ હેલ્પ કરે છે ને બધા બહુ જણને જાતિસ્મરણજ્ઞાન થતા હતા. પણ એ બધા હજુ અહીં આગળ ભટક્યા જ કરે છે. તેમને વૈરાગ્ય નહીં આવેલો. તે મૂઆ આજે છે બધા. જાતિસ્મરણ કંઈ એકલો વૈરાગ્ય લાવે એવું નથી, રાગ પણ વધારી દે. એ તો લોકો અવળું લઈ બેઠાં છે કે એકલો વૈરાગ્ય લાવે. બળ્યું રાગેય વધારી દે.
પ્રશ્નકર્તા : ખરી વાત છે. રાગ વધી જાય કાં વૈષ વધે.
દાદાશ્રી : રાગેય વધારી દે અને ષેય વધારી દે. એને ખાસ કિંમત નહીં કોઈ વસ્તુની. આત્મજ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ, સમકિત સિવાય કોઈ વસ્તુની કિંમત નહીં. એને આગળ ધરીએ એનો અર્થય નહીં.
પ્રશ્નકર્તા : વર્તમાનમાં શું થાય છે એ જોવાનું.
દાદાશ્રી : હા, બસ. એટલું બહુ થઈ ગયું. પાછલી ભાંજગડ ક્યાં કરીએ ? એના કરતા સ્મરણ ના આવે તો સારું.
પ્રશ્નકર્તા: પણ જે ગયા અવતારનું કહી આપને તો તો પછી નિવેડો જ આવેને કે ભઈ, મેં આ આટલું આટલું ખોટું કર્યું હતું, માટે આવું થયું. માટે હવે આવું નહીં કરું.