________________
૨૪૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ચાલી રહ્યું છે તે જાણી શકે. બહારનાં લક્ષણ ઉપરથી નહીં, બહારના લક્ષણ પરથી તો બુદ્ધિશાળી પણ ખોળી કાઢે. પણ આ તો બધી રીતે એક્કેક્ટ. અમારે વીતરાગોથી થોડો ફેર. થોડે માર્ક નાપાસ થયેલાને એટલે બધી રીતે નહીં, અરધી (થોડી) રીતે ખબર પડે.
અક્રમ જ્ઞાને આમ ઠર્યું મત પર્યવ આ અક્રમ તો અલૌકિક જ્ઞાન છે, તે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય. વિચાર આવે ને જ્ઞાતા-દ્રષ્ટા રહે. આ તો પાછું બુદ્ધિના પર્યાય જોવાનુંય જ્ઞાન ઉત્પન્ન થયું છે. આ મનના વિચારો અજ્ઞાનીનેય દેખાય. છતાં તે પર્યાય જાણવાનું આત્મા થયા વગર મનપર્યવજ્ઞાનમાં ના ગણાય. આ મનના પર્યાય તો આ બાલચક્ર ઘડિયાળમાં છે તેમ ક્ષણે ક્ષણે બદલાય, એવું નિરંતર બદલાય તેના જ્ઞાતા-દ્રષ્ટા રહે તો જ મન:પર્યવજ્ઞાન.
મનની અવસ્થા જોઈ શકે તેને જ્ઞાની કહ્યો છે. મનના કોગ્રેશન, ટેન્શન કેટલું ઊંચું ગયું, કેટલું નીચું ગયું, કેવો ઉલ્લાસ, કેવું ડિપ્રેશન, બધા પર્યાય જોવા એ મન:પર્યવજ્ઞાન.
મન ચંચળ થાય તો ખબર પડી જાય. ખોતરવા માંડે તો ખબર પડી જાય. શું શું કરે છે એ ખબર પડી જાય. ચેનચાળા કરે, નાટક કરે એ બધું ખબર પડી જાય. એ બધું જાણે. મનની બધી અવસ્થા જાણે એ મન:પર્યવજ્ઞાન કહેવાય. મન કપટ કરવા ફરે કે આપણને મદદ કરવા ફરે તે બધી ખબર પડી જાય. તું જાણુંને ?
પ્રશ્નકર્તા: કોઈ વખત જાણું.
દાદાશ્રી : ક્રમિકમાં સાધારણ મન:પર્યવજ્ઞાન હોય ને આ તો સજ્જડ મન:પર્યવજ્ઞાન, સૂક્ષ્મ જોઈ શકે. આ તો બુદ્ધિના પર્યાય પણ જોઈ શકે તે પણ જ્ઞાન કહેવાય. આ ચિત્તને તો અજ્ઞાની પણ જોઈ શકે. તે અશુદ્ધ ચિત્ત જ્ઞાનમાં ના ગણાય. અહંકાર પણ જોઈ શકે, પણ એ જોવાના જ્ઞાનને જ્ઞાન નથી કહ્યું.
ભગવાન ગયા પછી મન:પર્યવ નથી એવું સીલ મારી દીધું, પણ