________________
૨૧૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પહોંચવું હોયને, તો જ્ઞાન આપણને હોય તો સ્ટેશને પહોંચાડે. એટલે બીજું કોઈ જ્ઞાન (નિશ્ચય જ્ઞાન) લોકોની પાસે હોતું નથી, વ્યવહારિક જ્ઞાન હોય છે. નિશ્ચય જ્ઞાન એ ફક્ત જ્ઞાનીઓની પાસે હોય. પુસ્તકમાં નિશ્ચય જ્ઞાન હોતું નથી, એ જ્ઞાનીઓના હૃદયમાં છુપાયેલું હોય છે. એ જ્યારે આપણે વાણીરૂપે સાંભળીએ ત્યારે આપણને એનો નિવેડો આવે, નિશ્ચય જ્ઞાનથી. નહીં તો પુસ્તકમાં વ્યવહારિક જ્ઞાન છે એય પણ ઘણા ખુલાસા આપી શકે છે. એનાથી બુદ્ધિ વધે છે, મતિજ્ઞાન વધતું જાય. શ્રુતજ્ઞાનથી મતિજ્ઞાન વધે ને મતિજ્ઞાનથી એનો નિવેડો લાવે, પાપથી કેમ છૂટવું તે ! બાકી બીજો કોઈ ઉપાય છે નહીં.
શાસ્ત્રોનું મતિજ્ઞાન એટલે શું કે આ જ્ઞાન છે તે આ બધા શાસ્ત્રનું જ્ઞાન હોય ને શાસ્ત્રનું આધ્યાત્મિક જ્ઞાન એ બધું મતિજ્ઞાન કહેવાય અને સાંસારિક જ્ઞાન એ મિથ્યા જ્ઞાન કહેવાય.
ભેળસેળ ને પૌગલિક, તે કહેવાય કુમતિ પ્રશ્નકર્તા અમે આ જે કાયદાની બધી ચોપડીઓ વાંચી અને જે જ્ઞાન મેળવ્યું, મતિથી મેળવ્યું એને મતિજ્ઞાન કહ્યું તો મતિજ્ઞાનમાં જે જ્ઞાન આવે છે એ કયું જ્ઞાન આવે ?
દાદાશ્રી : હા, એ બરોબર છે. પણ તે વકીલોના પુસ્તકોમાં મતિજ્ઞાન હોય નહીં, આ સંસારી જ્ઞાન એ બધું કુમતિજ્ઞાન. તે સાચું મતિજ્ઞાન જુદું અને આ તો સુમતિ-કુમતિ બન્ને ભેગું હોય. મતિજ્ઞાન ભેળસેળ હોય પાછું. કુમતિ પાછી ભેળસેળ થઈ ગઈ હોય ને આ બધાં જાતજાતના પેપરો વાંચવાના, જાતજાતના પુસ્તકો વાંચવાના, બધી એમને કુમતિ ભેગી થયા કરે. એટલે એ મતિજ્ઞાન ચોખ્ખું ના હોય, ભેળસેળ હોય. એટલે એમાં સ્વાદ ના આવે કોઈ દહાડો. એ પૌદ્ગલિક છે. તે ઓગળી જાય એની મેળે.
મોક્ષ હેતુને માટે આ અજ્ઞાન છે. એ બુદ્ધિનેય અજ્ઞાનમાં જ ઘાલી છે. એ સુમતિ તેને જ્ઞાનમાં ઘાલી અને કુમતિને અજ્ઞાનમાં ઘાલી. સુમતિ એટલે આત્માને જાણવા સંબંધીની બુદ્ધિ.