________________
૨૧૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
તેથી કૃપાળુદેવે લખ્યું કે “અપૂર્વ વાણી પરમ શ્રુત', એટલે કે જે પુસ્તકોમાં ના હોય એવું એ શ્રુત હોય. પુસ્તકોમાં બધું ક્યાંથી લાવે છે? કેટલુંક શબ્દથી ઊતરે ને કેટલુંક શબ્દથી નાચે ઊતરે.
“અપૂર્વ વાણી પરમ શ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” આ કૃપાળુદેવે લખ્યું, બાકી કોઈએ લખ્યું નથી.
પ્રશ્નકર્તા: ‘પરમ શ્રુત” એટલે ?
દાદાશ્રી : ભગવાનના પિસ્તાળીસ આગમો હોય એ શાસ્ત્રો એ શ્રુતજ્ઞાન કહેવાય. અને “પરમ શ્રુત” એટલે આખું શ્રુતજ્ઞાન હોય, એનો સારાંશ કહેવાય. એવા “પરમ શ્રુત’ તો હોય જ નહીં. આ તો શ્રુતજ્ઞાન હોય, તે માણસને ધીમે ધીમે તૈયાર કરે. ‘પરમ શ્રુત’ તો કોઈ શાસ્ત્રના શબ્દ જ ના હોય છતાં બધો ફોડ પાડી દેતા હોય, ઊંચામાં ઊંચી દવા હોય અને શાસ્ત્રમાં હોય નહીં ! પૂર્વે સાંભળેલું હોય એવી પૂર્વાનુપૂર્વી વાણી નહીં પણ અપૂર્વ વાણી હોય !
પરમ શ્રુત એનું નામ કહેવાય કે જ્યાં ને ત્યાં બધા ફોડ પડી જાય. અને ફોડ ના પડે એ શ્રુતજ્ઞાન જ ન કહેવાયને ! પરમ શ્રત એટલે જ્યાં ને ત્યાં ફોડ પડી જાય, એવરીવ્હેર ને પૂર્વે ક્યારેય પણ ના સાંભળી હોય એવી વાણી હોય. પુસ્તકમાં હોય નહીં એવી વાણી. અને આપણી તો ગામઠી ભાષાની છે વાણી, નહીં ? તળપદી ભાષા. નહીં તો પેલા પારિભાષિક શબ્દો હોય. જે જે બોલેલા ને, તે પારિભાષિક શબ્દોમાં બોલેલા. કારણ કે પોતે જોઈને નથી બોલતો, કલ્પીને બોલે છે. ડુંગરને અધવચ્ચે ગયેલો માણસ, જેટલું ગયો ત્યાંથી નીચે સુધીની જગ્યા બરોબર કરેક્ટ લાગે છે, પણ ઉપરની ?
પ્રશ્નકર્તા : ઉપરની કલ્પના.
દાદાશ્રી : એટલે ઠેઠ ઉપર જઈને જુએ ને જે છે એવું કહે અને તે તળપદી ભાષા હોય. ફાવે તેવું બોલે, તોય પણ એ વાત સાચી હોય. કારણ કે જોઈને બોલે છે અને પેલું કાલ્પનિક હોય. કલ્પના કરે છે કે આમ હશે, તેમ હશે. પાછા ગુણાકાર કરીને જુએ છે. એટલે પાછી એમાં કેટલીક