________________
(૨) શ્રુતજ્ઞાન
પ્રશ્નકર્તા ઃ પ્રતીતિ ને જાણકા૨માં ઘણો ફેરને ?
:
૨૧૩
દાદાશ્રી : પ્રતીતિમાં એ આ શિકાગોનું પ્લાનિંગ બધું કરી નાખે અને પછી જ્યારે જાતે જુએ ત્યારે એક્ઝેક્ટ અનુભવજ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા ઃ પ્રતીતિ જ્યારે જાતે જોઈએ ત્યારે ખોટી પડે ?
:
દાદાશ્રી : ના, એવું ના થાય.
પ્રશ્નકર્તા ઃ અનુભવ અને શ્રુત એ બેમાં અંતર કેટલું ?
દાદાશ્રી : અનુભવ થયો તો સાચું, નહીં તો ખોટું. જેનું ફળ ના આવે એ નકામું, યુઝલેસ. શ્રુતનું ફળ ઉપર અનુભવનું ઠૂંઠું આવવું જ જોઈએ. શ્રુતનું ફળ અનુભવ આવવો જ જોઈએ ને ના આવ્યો તો એ કાપી નાખવું સારું. બીજું નવેસરથી રોપાણ કરવું સારું. નવી ડિઝાઈન પકડવી સારી. જે શ્રુતને ફળ ના આવે એ શ્રુત ખોટું હોય છે. એ પોઈઝનસ શ્રુત છે. ખોટું ના દેખાય, આ બુદ્ધિથી સાચું દેખાય પણ આમ પોઈઝનસ થયેલું હોય. શ્રુત જે છે તે અહંકારથી પોઈઝનસ થઈ જાય છે. એ પછી ભગવાનનું શ્રુત હોય કે ગમે તેનું શ્રુત હોય પણ અહંકારથી પોઈઝનસ થઈ જાય. એટલે એને ફળ ના આવે.
પ્રશ્નકર્તા : આપે આ શ્રુતનું ઉપરનું રૂપ બતાડ્યું, પણ જ્ઞાન અને શ્રુત એ બન્નેનો ભેદ જાણવો છે.
દાદાશ્રી : હા, શ્રુત તો એ પોતે જ જ્ઞાન છે. પણ શ્રુતજ્ઞાન અને વિજ્ઞાન, બેનો ભેદ હોય છે. એ બેનો ભેદ જાણવો જોઈએ.
અનુપમ-અપૂર્વ વાણી ‘પરમ શ્રુત’
પ્રશ્નકર્તા : શ્રુત મતિમાં જાય અને મતિથી પછી જે પ્રકાશ પામે, એના બદલે અપૂર્વ જ્ઞાનમાં સીધો જ પ્રકાશ પડે છે, તે વસ્તુનું દર્શન સીધું થાય છે, એ કયું જ્ઞાન ?
દાદાશ્રી : અપૂર્વ જ્ઞાન તો, જ્ઞાની પુરુષ જે બોલે તેનો જ સીધો પ્રકાશ પડે. કોઈ જગ્યાએ સાંભળેલું ના હોય, વાંચેલું ના હોય, જોયેલું ના હોય, એવું જ્ઞાન હોય, એનું નામ અપૂર્વ કહેવાય.