________________
(૮) ચળ-અચળ-સચરાચર
૧૯૭
પ્રશ્નકર્તા : એટલે જ્યાં ક્રિયા છે ત્યાં આત્મા નથી અને આત્મા નથી ત્યાં કિયા છે, એવું થયું ?
દાદાશ્રી : જ્યાં ક્રિયા આવી ત્યાં મિકેનિકલ. આત્મામાં ક્રિયા નથી. એ તો અક્રિય છે, જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી અને આ ચંચળ વસ્તુ ક્રિયાશીલ છે. સ્વભાવ એનો ચંચળતાનો જાય નહીં ક્યારેય અને આત્માનો અચળતાનો સ્વભાવ નહીં જાય, ચેન્જલસ. ચંચળ અચળ ના થાય અને અચળ તે ચંચળ ના થાય. બન્ને પોતપોતાના સ્વભાવમાં રહે. ચંચળ જેને કહેવામાં આવે છે એ પોતાના સ્વરૂપને અચળ કરવા જાય તો બની શકે નહીં. અચળનું ઓળંબો આલંબન લેવું પડે. આ સચરને અચળ કરવા ફરે છે. એ સ્વભાવ જ નથી જેનો આ. અચળ અચળ સ્વભાવનું છે. માટે સ્વભાવથી તું વસ્તુને ખોળ.
પ્રશ્નકર્તા : દાદાની સૌથી મોટી શોધ આ છે કે આ સ્વભાવથી વસ્તુને ખોળવાની વાત હજુ સુધી કોઈએ બતાવી નથી.
દાદાશ્રી : એ છે ખરી, પણ એનું ઠેકાણું પડે નહીં. આ તો ભાન જ ના હોય. એવું બધું ભાન ક્યાંથી લાવે આ ? આ તો અમે વાત કહ્યા પછી તો એને આ ખબર પડે કે આવું છે ! આ તો સાયન્ટિફિક છે. આ તો બધું સાયન્સ છે. આ કંઈ જેવું તેવું નથી.
પ્રશ્નકર્તા : આત્મા અચળ છે તો પછી આચાર, વિચાર અને ઉચ્ચાર, આ ત્રણ ચળોથી આત્મા ચલાયમાન શી રીતે થાય ?
દાદાશ્રી : શુદ્ધાત્મા તે અચળ છે, પણ આ ત્રણ ચળને, મન-વચનકાયા લઈને આત્મા કંપાયમાન થાય. અજ્ઞાનીને તો શુદ્ધાત્મા પ્રાપ્ત જ થયો નથી ને પ્રતિષ્ઠિત આત્મામાં જ છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા ચર થઈ જાય છે.
ચંચળતા બંધ થયે, ઉત્પન્ન થાય અચળતાનો સ્વાદ
આપણા મહાત્માઓને આ ત્રણ ચળોથી નુકસાન ના થાય પણ જાગૃતિ ના રાખે તો પોતાનું સુખ અંતરાય.