________________
૧૯૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આવી ગયા. એને સમ્યકત્વ કહેવાય છે. સચળમાં તમારી બિલીફ છે, તેને રોંગ બિલીફ કહેવાય છે, મિથ્યાત્વ કહેવાય છે ને અચળમાં બિલીફ થાય કે “હું શુદ્ધાત્મા છું તે રાઈટ બિલીફ છે, તેને સમ્યક્ દર્શન કહે છે.
માન્યતા તૂટે સચરતી, તો પામે ભેદ અચરતો
સચરાચર જગતમાં જે અચરનો ભેદ પામે તે સચરનોય ભેદ પામે ને જે અચરનો ભેદ પામતો નથી તે સચરનોય ભેદ પામતો નથી. સચરમાં રહીશ ત્યાં સુધી અચળ નહીં પામું અને અચળ પામ્યા પછી સચળ રહેશે નહીં. જ્યાં સુધી તું સચળ છું ત્યાં સુધી ભટક ભટક કરવાનું છે અને તું અચળ થઈ ગયો એટલે ખલાસ થઈ ગયું (મૂળ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ).
આત્મા ખરી રીતે પોતે અચળ જ છે અને આ તમારી માન્યતા સચર છે. એટલે જ્યાં સુધી મિકેનિકલને ભજશો ત્યાં સુધી મિકેનિકલ રહેશો અને દરઅસલને ભજશો ત્યારે દરઅસલ થશો અને તો આ મિકેનિકલ આત્મા, એમાં કોઝીઝ બંધ થઈ જાય. “હું કોણ છું' એવું થોડુંક ભાન થાય કે તરત એ બાજુ વળી જાય, આ કોઝીઝ બધા ઊડી જાય પછી. સચળ જો ઊડી જાય તો પછી અચળ થઈ ગયું. પછી મોક્ષે જાય. પણ એ સમજાય ત્યારેને ? આ સાયન્સ સમજાય ત્યારેને ? કેવી રીતે ચાર્જ થાય છે? કેવી રીતે ડિસ્ચાર્જ થાય છે ? એટલે જ્યાં સુધી સચરની માન્યતા તૂટે નહીં, ત્યાં સુધી અચળ પ્રાપ્ત ના થાય. અને અચળ પ્રાપ્ત થાય, ત્યાર પછી મુક્તિ હાથમાં આવે ત્યારે સચરાચર વ્યાપ્ત થાય.
ખરો આત્મા અચળ છે, મોક્ષમાં જ છે. આત્મા મોક્ષધામ, મોક્ષ સ્વરૂપ જ છે. તેથી આપણે એ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે, એ પોતાના સ્વરૂપને. એટલે એનું જ્ઞાન નથી. કેવી રીતે આ એકાકાર થવું એ જ્ઞાન નથી, તેની મૂંઝવણમાં લોક પડ્યું છે. આ બન્નેય જુદી વસ્તુઓ છે, જુદી રીતે ચાલે છે, જુદાપણાનો અનુભવેય વર્તે છે પણ ભાન નથી. એ ભાન લાવવા માટે તો અમે જ્ઞાન આપીએ છીએ. આત્મા એ જ્ઞાની પાસેથી