________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ચકલી પેલા અરીસામાં ચાંચો મારે એના જેવી ભ્રમણા ઉત્પન્ન થઈ છે આ. બાકી મૂળ આત્મા તો શુદ્ધ જ છે નિરંતર. પડછાયાને પકડે છે લોકો. ખરા આત્માને પકડેને તો કલ્યાણ થઈ જાય ! એટલે આપણું સ્વરૂપ કેવું કહેવાય છે ? સચરાચર કહેવાય છે. સચર એ પડછાયો છે ને અચળ એ આત્મા છે. અને ક્રિયામાં આત્મા નથી. જગત જેને આત્મા માને છે ત્યાં આત્મા નથી.
૧૮૮
પ્રશ્નકર્તા : દાદા, એ જરા સ્પષ્ટ કરોને.
દાદાશ્રી : એટલે આ જે પડછાયો દેખાય છે તે મિકેનિકલ આત્મા છે. તે ખોરાક નાખો તો રહે, નહીં તો ઊડી જાય. અને ખરા આત્માને તો કશું જોઈએ જ નહીં, કશું થાય જ નહીં, સનાતન ચીજ છે. અને આ મિકેનિકલ છે એડજસ્ટમેન્ટ. દસ-પંદર દહાડા ખાવાનું ના નાખે, પાણી ના નાખે તો ભઈ હેંડ્યા. અરે ! બે કલાક નાકોરું દબાવી રાખેને તો ભઈ ચાલ્યા. એટલે એને આત્મા માને છે આપણા લોકો. આત્મા જાય નહીં, મરે નહીં. સનાતન વસ્તુ હોય તેને કશું થાય નહીં. પણ આ દેખાય છે તે આત્મા નથી, આત્મા અંદર છે અને આ સચર ભાગ, ચંચળ ભાગ એ આત્મા નથી. એ આત્માનો પડછાયો છે અને આત્મા તો દરઅસલ આત્મા છે, અચર છે. એમાં કંઈ ચેન્જ જ નથી થતો. આત્માનો ચેન્જ કરવો હોય તોય ના થાય, એ ચેન્જલેસ છે.
અચળ આત્મા અક્રિય, સચળ આત્મા સક્રિય
મૂળ
આત્મા બે પ્રકારના છે; એક અકર્તા આત્મા, અક્રિય આત્મા અને બીજો સક્રિય આત્મા છે. સક્રિય આત્મા મિકેનિકલ આત્મા છે. આત્માના પ્રભાવથી આ મિકેનિકલ આત્મા ચાલુ રહ્યો છે. પોતે કંઈ કર્તા નથી આત્મા. સહેજ પણ કર્યું નથી. કરવાનો ગુણ જ નથી એનામાં. અક્રિય સ્વભાવનો જ છે. અને આ વ્યવહારિક આત્મા છે એ મિકેનિકલ છે અને મિકેનિકલ આત્મામાં અહંકાર છે. અહંકાર સચળને સર્વે પ્રકારે ના જાણે. આત્મા પોતે અચળ છે, તે સચળને સર્વે પ્રકારે જાણે છે.