________________
(૮) ચળ-અચળ-સચરાચર
૧૮૭
આ શરીરનો બધો ભાગ ચંચળ છે. કોઈ સાયન્ટિસ્ટ આ શરીરમાંથી ચંચળ ભાગ સંપૂર્ણ બાદ કરી નાખે તો શુદ્ધાત્મા અચંચળ ભાગ રહે. પંચેન્દ્રિય, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ બધુંય ચંચળ છે અને ચંચળ ભાગ હોય ત્યાં શુદ્ધાત્મા ના હોય. ચંચળ ભાગમાં નામેય આત્મા નથી, એક ટકોય આત્મા ચંચળ ભાગમાં નથી. આ બધી વાંચવાની-કરવાની ક્રિયાઓ તો ચંચળ ભાગની છે. આ ચંચળ ભાગ કેટલો લાંબો છે તે આ લોકોને દેખાય તેવો નથી. તન ચંચળ, મન ચંચળ, વાણી ચંચળ, બુદ્ધિ ચંચળ, અહંકાર ચંચળ, ચિત્ત ચંચળ. આ ચંચળતાનું આખું ગામ. એક બાજુ આત્મા અચળ અને પેલું સચર. સચરાચર જગત. આત્માની હાજરીથી ચંચળતા છે અને તેય પાછી કમ્પ્લીટ, ઑટોમૅટિક છે. આ તો એક ગરગડી છૂટે ને બીજી વીંટાયા કરે અને મોક્ષે જાય ત્યારે આત્મા-અનાત્મા, ચેતન-અચેતન બને છુટ્ટાં પડી જાય. નવી ગરગડી વીંટાય નહીં ને જૂની ઉકલી જાય એટલે મોક્ષ.
ચળ એટલે અસ્થિર, જંગમ. અચળ એટલે સ્થિર તે સ્થાવર. અંતઃકરણ તો ચાલ્યા જ કરવાનું. એ અસ્થિર જ છે. અવસ્થા એ તો અચેતનનો ગુણ છે અને અચેતન ચંચળ છે, મિકેનિકલ છે ને એની પાર ચેતન છે. છે તો બધું મહીંની મહીં જ પણ જ્ઞાની બતાવે તો જડે.
કેવળજ્ઞાનીઓએ આત્મા કેવો જોયો હશે ? મૂળ આત્મા ચેતન સ્વરૂપે છે. ચેતન હંમેશાં વપરાય નહીં ને ચેતન ખલાસ થાય નહીં, ચેતન નાશ ના થાય. અને તે પાછો ચેતન કેવો સ્વભાવનો છે ? અચળ સ્વભાવનો છે. દરઅસલ આત્મા અચળ છે, સહેજેય ચંચળ નથી. ક્યારેય ચંચળ ના થાય એનું નામ આત્મા.
સચર એ પડછાયા સ્વરૂપ, અચળ એ સતાતત
આ જગત આખું જે જાણે છે આત્મા, તે આત્મા જ નથી. એ આત્માનો પડછાયો છે. એટલે આ એક શુદ્ધાત્મા છે અને બીજો પડછાયાની પેઠ ઊભો થયો છે. પડછાયો ઊભો થાયને માણસની પાછળ? સૂર્યનારાયણ આવે તો પડછાયો ઊભો થાય કે ન થાય ? તેમ આ પડછાયાની પેઠ આત્મા ઊભો થયો તેને પોતાનું સ્વરૂપ માને છે. જેમ એક