________________
(૮) ચળ-અચળ-સચરાચર
૧૮૫
જોખમદાર હોત. આપણે જો ભ્રાંતિ ઊભી કરી હોત તો આપણે છોડી શકત. ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ છે. હવે કેમ કરીને મુક્ત થાય ? ત્યારે કહે, જે બ્રાંતિથી મુક્ત થયા હોય, એમની પાસે એનો રસ્તો લઈએ તો પછી મુક્ત થઈ જઈએ. એ રસ્તો એનો.
સચર મુકામે સુખ-દુ:ખ, અચર મુકામે સ્વ-સુખ પ્રશ્નકર્તા: આત્મા શુદ્ધ કહેવાય છે તો આ આત્મા બધા શુદ્ધ ને? દાદાશ્રી હા, બધામાં શુદ્ધ આત્મા.
પ્રશ્નકર્તા : બધાના શુદ્ધ તો પછી કોઈને દુઃખ, કોઈને સુખ એવું બધું આવવાનું કારણ શું?
દાદાશ્રી : બે આત્મા છે. અચર આત્મા શુદ્ધ છે અને સચર આત્મા અશુદ્ધ છે. તે સચરમાં મુકામ છે એટલે સુખ-દુઃખ આવે અને અચળમાં મુકામ થાય ત્યારે સુખ-દુઃખ ના આવે. એટલે સચર જે આત્મા છે એ વ્યવહારમાં ગણાતો આત્મા છે. એ દુઃખ ભોગવે છે, એ જ અહંકાર છે. મૂળ આત્મા નથી ભોગવતો. દરઅસલ આત્માને દુઃખ અડે નહીં, ઊલટું સુખ થઈ જાય. અચળ એ હોમ ડિપાર્ટમેન્ટ છે અને સચર એ ફોરેન. ફોરેનને હોમ માનવું એનું દુઃખ છે. ફોરેનને હોમ માને એટલે દુઃખ આવ્યું છે. હોમને હોમ માને એટલે સુખ જ આવી જાય.
પ્રકૃતિ એ આત્માનું અશુદ્ધ સ્વરૂપ પ્રશ્નકર્તા: આત્મા શુદ્ધ છે તો આત્માનું અશુદ્ધ સ્વરૂપ ખરું ?
કયું?
દાદાશ્રી : આત્માનું અશુદ્ધ સ્વરૂપ એટલે આ જે પ્રકૃતિ સ્વરૂપ છે એ આત્માનું અશુદ્ધ સ્વરૂપ. એ સચરાચરમાં જે અચળ છે તે પુરુષ છે અને સચર છે એ પ્રકૃતિ છે. હવે પુરુષ’ અચળ જ છે, કાયમને માટે. અત્યારે પણ અચળ છે અને પ્રકૃતિ મિકેનિકલ છે માટે એ ચંચળ કહ્યું. પ્રકૃતિનું આ “મિકેનિકલપણું કોઈ દહાડોય છૂટે નહીં.