________________
૧૮૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આવાગમન અચળને, સચળને કારણે જ પ્રશ્નકર્તા: આત્મા અચળ છે તો એક દેહમાંથી બીજા દેહમાં કેમ જાય છે ?
દાદાશ્રી : આત્મા અચળ છે, એ તો મૂળ સ્વભાવની અપેક્ષાએ. પણ અત્યારે સંસારી અપેક્ષાએ સચરાચર છે, સચર અને અચર બને છે. એટલે અચળ એ અચળ છે અને સચળ એ આ મિકેનિકલ આત્મા, તે અહીંથી બીજી યોનિમાં જાય છે, બીજા દેહમાં. એ મિકેનિકલ આત્માને લીધે આ અચળનેય સાથે જવું પડે છે.
જ્યાં સુધી મૂળ આત્માના “એને” દર્શન ના થાય, એને સમ્યક્ દર્શન ના થાય ત્યાં સુધી અહીંયા આવવું પડે. વ્યવહાર આત્માને સત્ય માનવામાં આવે ત્યાં સુધી ભટકવાનું અને ખરા આત્માના જો દર્શન થઈ ગયા, સમ્યક્ત થઈ ગયું તો ઉકેલ આવી ગયો.
ઊભી થઈ ગયેલી ભ્રાંતિએ ખોયું ભાત પ્રશ્નકર્તા આત્મા તો જુદો જ છે આપણાથી, તો આત્માને પોતાનું ભાન કેમ નથી થતું ?
દાદાશ્રી : આત્માને નહીં, તમને ભાન નથી થતું આ. એવું છે, કે તમે મિકેનિકલને પોતે “હું છું એવું માનો છો. આ મિકેનિકલમાં અત્યાર સુધી માન્યતા માની કે “આ હું જ છું', એ ભૂલ હતી. હવે એ ભૂલ કાઢી નાખવાની છે.
| ‘તમારી” જે “રોંગ બિલીફ છે, તેનાથી “હુંપણાનો આરોપ થયો છે કે “આ હું છું.” જે “તમે નથી ત્યાં આરોપ કરવામાં આવ્યો છે. આ પોતાપણું માન્યું છે ને ભ્રાંતિ થઈ છે. ભ્રાંતિથી આ ઊભું થયું છે. ભ્રાંતિથી માનો છો કે આ જ મારું ચેતન છે. સચળ આત્મામાં હું પણું માનીએ એ વિકલ્પ અને કર્તાપણું માનીએ તે બ્રાંતિ કહેવાય.
આ સચળ એ મિથ્યા, ભ્રાંતિ છે. એને ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે, પોતે કરી નથી, કોઈએ કરાવી નથી. ભ્રાંતિ કોઈએ કરાવી હોય તો એ