________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : જ્યાં અચળ હોય, ત્યાં સચળ હોય. એટલે આ સચળ છે ત્યાં આત્મા છે. કંઈ પણ વસ્તુમાં સચળ હોય તો જાણવું કે અહીં આત્મા છે. આ છે તે ચોળાનો દાણો હોય, એમાં કંઈ આત્મા દેખાતો નથી પણ રાત્રે પલાળ્યો અને બાંધ્યો, તે સવારમાં સચળ લાગે તો જાણવું કે અહીં આત્મા છે. એ લાગણીઓ દેખાડે અને આ (માઈક)ને છ મહિના પલાળો તોય કશું લાગણીઓ ના દેખાડે. એટલે જ્યાં આત્મા છે, ત્યાં સચળ ભાગ હોય જ. એ લાગણીઓ દેખાડે સચળ ભાગ.
પ્રશ્નકર્તા : સચળના આધારે અચળ છે કે અચળના આધારે સચળ
૧૮૨
છે ?
દાદાશ્રી : એ બેઉ એકમેકના આધારે છે. સત્યના બેઝમેન્ટ ઉપર અસત્ય ઊભું રહ્યું છે અને અસત્ય ના હોત તો સત્યનો નાશ થઈ ગયો હોત. માટે અસત્ય છે તો આપણે સત્ય રહ્યું છે. અસત્યનીય જરૂર છે. એટલે આ સચળ-અચળ.
મૂળ આત્મા ‘અચળ’, જીવાત્મા ‘સચળ'
પ્રશ્નકર્તા : જીવાત્મા એ સચર અને આત્મા તે અચળ.
દાદાશ્રી : જીવ એટલે મિકેનિકલ ચેતન છે અને દરઅસલ આત્મા એ આત્મા છે. આ આત્મા સિવાય, બીજો બધો સચર ભાગ છે, મિકેનિકલ છે અને શુદ્ધાત્મા અચર. શુદ્ધાત્મા શાયક સ્વભાવમાં છે અને આ સચર એટલે મિકેનિકલ થવાના, ક્રિયાકારી થવાના. આ જીવતો દેખાય છે ખરો, મિકેનિકલ આત્મા, મનમાં એમ લાગે કે આ જ છે જીવ, પણ ન્હોય એ જીવ. એ જીવની સમજણ પડેને તો માણસ પરમાત્મા થાય. દરઅસલ આત્મા એ શુદ્ધાત્મા, એ જ પરમાત્મા અને એ અચળ છે અને આ બીજો બધો આત્મા એ સચર છે, મિકેનિકલ. ચ૨ એટલે મિકેનિકલ, યંત્રવત્, ચંચળ. વિચર, ચર, શબ્દ માત્ર બધું મિકેનિકલ.
પ્રશ્નકર્તા : ચર એટલે મિકેનિકલ તો એ એકનો દૃષ્ટિબિંદુ થયો. દાદાશ્રી : ના, બધાનો. ચર એટલે મિકેનિકલ એ બધાને માન્યા