________________
(૮) ચળ-અચળ-સચરાચર
૧૮૧
છે, વિનાશી છે અને અચળ એ રિયલ છે, અવિનાશી છે. તે સચર એટલે પાવર આત્મા ને અચર તે મૂળ આત્મા. મૂળ આત્મા સ્થિર જ છે અને આ અસ્થિર છે. આ પ્રાણના આધારે જીવનારો છે અને પેલો તો પોતે પોતાના આધારથી જ જીવે છે. મૂળ આત્મા નથી મરે એવો કોઈ પણ રસ્તે. એને તો કોઈ ચીજની, હવાની જરૂર નથી અને તે નિરાલંબ છે ને નિરાલંબ પદ મેં જોયેલું છે.
આત્મા છે એક જ, પણ બીજો થઈ ગયો ઊભો પ્રશ્નકર્તા: એ આત્મા જે બે ભાગમાં છે એ શરીરમાં જ રહે છે? દાદાશ્રી : હા, શરીરમાં જ અને અચળ અને સચર બન્ને સાથે જ
પ્રશ્નકર્તા એટલે એક આત્મા છે, એને બે ભાગમાં જોવામાં આવે છે ?
દાદાશ્રી : આત્મા બે નથી આમ શરીરમાં. આત્મા એક જ છે અને બીજો એ આત્માની હાજરીથી પાવર ઉત્પન્ન થયેલો છે. સચર શી રીતે થયો આ ચેતન વગર? અહીં આંટી પડે છે લોકોને, સચર થયો શી રીતે ? ત્યારે કહે, આત્માના સ્પર્શથી પાવર ઉત્પન્ન થાય છે.
આ સચર છે એ ક્યાં સુધી ? કે જ્યાં સુધી એને ભૌતિક સુખોની વાંછનાઓ છે ત્યાં સુધી એ સચર આત્મામાં એ પોતે રહે છે, હું છું આ.
પ્રશ્નકર્તા: મહીં બેઠેલા છે એ તો સચરાચર છે એવું કહે છે, એટલે જેવું બહાર છે એવું જ અંદર છે એમ કહેવા માંગે છે ?
દાદાશ્રી : હા, એ તો બહાર છે એવું અંદર છે એનો કહેવાનો ભાવાર્થ શો ? કે બહાર બહુ ઊંડા ના ઊતરશો. આ અંદર જોઈ લો ને, એટલે બહાર એવું જ છે.
સચળ-અચળ, બેઉ એકમેકના આધારે પ્રશ્નકર્તા ઃ સચળ-અચળ બેઉ સાથે જ હોય છે ?