________________
૧૬૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આત્મ પ્રાતિ ઃ ક્રમિકે અહંકાર શુદ્ધ કર્યે, અમે કૃપાએ
ક્રમિક માર્ગમાં ‘મિકેનિકલ આત્માને જ આત્મા માનવામાં આવે છે. જ્યારે શુદ્ધ અહંકાર થાય છે, એટલે ક્રોધ-માન-માયા-લોભ જે અહંકારમાં સમાય નહીં એવો એ શુદ્ધ અહંકાર થાય, સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે “શુદ્ધાત્મા” ને “શુદ્ધ અહંકાર’ એકાકાર થઈ જાય છે. એટલે એ ક્રમિક માર્ગમાં છે એવું, પણ આ તો “અક્રમ વિજ્ઞાન છે. એટલે અહીં તો “જ્ઞાની પુરુષ' શુદ્ધાત્મા જ પોતાના હાથમાં આપી દે, અચળ આત્મા જ, નામેય મિકેનિકલ નહીં એવો નિર્લેપ આત્મા આપી દે.
વસ્તુસ્થિતિમાં લોકોએ જે આત્મા માન્યો છે એ મિકેનિકલ આત્મા છે. અમે મિકેનિકલ આત્મા આપતા નથી, હું તો તમને અચળ આત્મા આપું છું. અચળ આત્મા એ જ પરમાત્મા છે. એની ઓળખાણ થઈ એટલે આપણું કામ થાય, નહીં તો ત્યાં સુધી કામ થાય નહીં.