________________
૧૬૨
શું ?
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
છે ?
એમાં શક્તિ ખાલી ઊંધી માન્યતાતી જ
પ્રશ્નકર્તા : આ મિકેનિકલ ચેતન આવ્યું શા માટે ? એની જરૂર
દાદાશ્રી : તમને આ દુનિયાની જે ભૌતિક ઈચ્છાઓ છે, આ ભૌતિક ઈચ્છાઓ જો તમારી બંધ થઈ જાય, તો આ મિકેનિકલ ચેતન બંધ થઈ જાય, તમે તમારા સ્વરૂપમાં બેસી જાવ.
પ્રશ્નકર્તા : મિકેનિકલ આત્મામાં શુદ્ધાત્માની કંઈક શક્તિ હોય
દાદાશ્રી : એની કશુંય શક્તિ નહીં, ખાલી માન્યતાની શક્તિ છે. પ્રશ્નકર્તા : માન્યતા ખસેડી લે તો આ બંધ થઈ જાય.
દાદાશ્રી : એટલે આત્માની શક્તિ ત્યાં ગઈ નથી. પણ માન્યતા છે, માન્યતારૂપી શક્તિ છે. એ માન્યતા જો ફરી જાય, ઊંધી માન્યતાની શક્તિ છે તે જો છતી થઈ જાય તો મોક્ષ ભણી લઈ જાય અને ઊંધી સંસાર ભણી લઈ જાય.
ત મળે અચળતા મિકેતિકલમાં, એ સ્વભાવે આત્મા અચળ
પ્રશ્નકર્તા : મિકેનિકલ આત્મા અને શુદ્ધાત્મા એમાં ફરક શું ?
દાદાશ્રી : મિકેનિકલ આત્મા એ આત્માથી પ્રતિબિંબ ઊભું થયેલું તેવા સ્વરૂપે દેખાય. ગુણધર્મ ના હોય, પણ તેવા લક્ષણ દેખાય. એટલે આખું જગત જ એમાં છે. એમાં અચળતા ના હોય. બીજાં ગુણધર્મ તો ના હોય પણ મુખ્ય ગુણધર્મ અચળતા ના હોય.
પ્રશ્નકર્તા ઃ અચળતા થાય તો ચારિત્ર કહેવાયને ?
દાદાશ્રી : અચળતા લોક પોતપોતાની ભાષામાં સમજે છે. જ્ઞાતાદ્રષ્ટા ભાવ એ સાચું ચારિત્ર. અમે ચંચળને મિકેનિકલ કહીએ છીએ અને અચળ એટલે દરઅસલ. આ લોક અચળને હલે નહીં-ચાલે નહીંને સમજે