________________
(૫) નિશ્ચેતન ચેતન
૧૪૩
લોકો તો જ્યાં છે ત્યાં આત્મા ખોળતા નથી અને જ્યાં નથી ત્યાં આત્મા ખોળે છે ને તે ખોટાય નથી, કારણ કે તેઓ જ્યાં ખોળતા હોય છે એ નિચેતન ચેતન છે અર્થાત્ એમનામાં લક્ષણ હોય પણ આબેહૂબ ચેતન ના હોય.
| નિચેતન ચેતન એટલે ચેતનનો ગુણધર્મ એક નહીં પણ લક્ષણ એક જેવા દેખાય, એટલે તે નિચેતન ચેતનને તે પોતે જ છે એમ માને છે. પોતે ન્યાયાધીશ, પોતે વકીલ, પોતે વાદી અને પોતે પ્રતિવાદી હોય તેવું આ જગત ચાલે છે.
આ લોકો માને છે કે હાલવું, ચાલવું, બોલવું, મોઢા પર હાવભાવ દેખાડવા એ બધા ચેતનના લક્ષણ છે. કારણ કે મર્યા પછી હાલતું ચાલતું નથી તેથી હાલતા-ચાલતાને ચેતન માને છે, પણ એ તો નિચેતન ચેતન છે.
જ્ઞાનીઓ જ જાણે કે ચેતનના ગુણધર્મ ક્યા અને નિચેતન ચેતનના ગુણધર્મ કયા? ભ્રાંતિથી જે કહે છે કે “મેં આ કર્યું, તે કર્યું, સંસાર ત્યાગ્યો એ બધાય નિચેતન ચેતનના ગુણ છે, દેખાતું ચેતન લાગે છતાં ! માટે જ અમે કહીએ છીએ કે એ “નિચેતન ચેતન” છે.
ચંચળ નિશ્ચતત ચેતત તા થાય સ્થિર કદી પ્રશ્નકર્તા: આપણી અંદર જે સભાન અવસ્થા રહેલી છે, જે સારુંનરસું દેખાડે છે તેને ચેતન કહેવાય ?
દાદાશ્રી : ના, એ તો બધું નિશ્ચેતન ચેતન છે, એ ચેતન છે જ નહીં. તેથી જ હું કહું છું ને કે ચેતન જાણવું એ તો મહા મહા મુશ્કેલીના ખેલ છે. આ જે જાણ્યું છે ને, એ તો “નિશ્ચેતન ચેતન” છે, એ દરઅસલ ચેતન નથી. કેટલાક આને સ્થિર કરે છે. અલ્યા, શું કરવા સ્થિર કરે છે ? તું મૂળ સ્વરૂપને ખોળી કાઢને ! મૂળ સ્વરૂપ સ્થિર જ છે. આ પાછું આને સ્થિર કરવાની ટેવ શું કરવા પાડે છે? આ નિશ્ચેતન ચેતન તો મૂળથી જ ચંચળ સ્વભાવનું છે. મિકેનિકલનો અર્થ જ ચંચળ થાય. આ ચંચળને સ્થિર કરવા ફરે છે, તે કેટલો ઊંધો રસ્તો લોકોએ પકડ્યો છે ! તેથી તો અનંત અવતારથી ભટક ભટક કરે છે !