________________
[૫] તિશ્ચતત ચેતન
દેખાય ચેતત, પણ જે વિતાશી તો વિશ્વેતન ચેતન પ્રશ્નકર્તા: જીવાત્મા ને આત્મામાં ફેર ખરો ? દાદાશ્રી: જીવાત્મા એ નિચેતન ચેતન અને આત્મા શુદ્ધ ચેતન છે. પ્રશ્નકર્તા : નિચેતન ચેતન એટલે શું?
દાદાશ્રી : હકીકત સ્વરૂપમાં શું છે ? મૂળ આત્મા, યથાર્થ આત્મા, શુદ્ધ ચેતન એ જ પરમાત્મા છે ને જગત આખું જે ચેતન માને છે તે નિશ્ચેતન ચેતન છે. લોખંડનો ગોળો તપ્યો હોય તે અગ્નિ જેવો થાય, તેવું આ નિશ્ચેતન ચેતન છે. ચેતન દેખાય છે પણ જેનો વિનાશ થઈ જવાનો છે, એને જ જગત “ચેતન' કહે છે. ખરેખર એ “ચેતન” નથી, “નિશ્ચેતન ચેતન” છે.
પ્રશ્નકર્તા: તો પછી ખરું ચેતન ક્યાં છે ?
દાદાશ્રી : ખરું ચેતન આખા શરીરમાં છે અને એના સિવાય બીજું બધું મહીં મિકેનિકલ છે. આ મિકેનિકલ ચેતન એ તો ઉપરનું પડ છે ખાલી અને એ નિશ્ચેતન ચેતન છે.
નિશ્ચેતન ચેતન ભાગ છે એ બધું જ છે તે મૂર્ત છે અને તે મૂર્તિમાં આત્મા છે નહીં. આત્મા અમૂર્ત છે, મૂર્તિની મહીં રહેલો છે. આ જે મૂર્ત છે એ રિલેટિવ છે. રિલેટિવ એટલે વિનાશી ભાગ. તે આ જેટલો વિનાશી ભાગ છે એ ચેતન જેવો દેખાય છે ખરો પણ એ નિચેતન ચેતન છે.