________________
(૪) મિશ્ર ચેતન
૧૩૭
કોઝઝ રૂપે મિશ્ર ચેતન જાય જોડે પ્રશ્નકર્તા: એક જીવ મરીને એ નવા ભવમાં જાય છે ત્યારે એની પાસે શું રહે છે?
દાદાશ્રી : એના છે તે ફક્ત ચાર કષાયો અને કોઝીઝ બધા અને આત્મા બસ.
પ્રશ્નકર્તા ? ત્યાં મિશ્ર ચેતન નથી હોતું ? કષાયો મિશ્ર ચેતન સ્વરૂપે ના કહેવાય ?
દાદાશ્રી : એ જ મિશ્ર ચેતનને ! એ કષાયો અને કોઝીઝ એ મિશ્ર ચેતન. એ કોઝીઝ છે તે ઈફેક્ટ થઈ જાય પછી.
પ્રશ્નકર્તા એટલે મરી જાય છે એ મિશ્ર ચેતન અને જોડે જાય છે એય મિશ્ર ચેતન ?
દાદાશ્રી : આ નિશ્વેતન ચેતન છૂટી ગયા પછી ત્યાં મિશ્ર ચેતનમાં ગયો અજ્ઞાન દશામાં.
પ્રશ્નકર્તા ના, મરી જાય છે ત્યારે મિશ્ર ચેતનેય મરી જાય છે અને નિશ્ચેતન ચેતનેય મરી જાય છે ?
દાદાશ્રી : મરી જાય છે ત્યારે તો આ નિચેતન ચેતન અને મિશ્ર ચેતન “હું કર્તા છું' ભાનવાળો, એ બધું મરી જાય છે.
પ્રશ્નકર્તા અને પછી કોણ જાય છે જોડે ત્યારે ?
દાદાશ્રી અને ત્યાં થોડુંક છે તે મિશ્ર ચેતન જવાનું જોડે, એટલે કોઝીઝ રૂપે. એ કોઝીઝ પછી ઈફેક્ટિવ થઈ જાય.
પ્રશ્નકર્તા: પેલું કોઝીઝમાંથી ફરી મિશ્ર ચેતન ઊભું થાય એવું છે?
દાદાશ્રી : હા, હા, ફરી. એ કોઝીઝ બધું મિશ્ર ચેતન જ છે. એમાંથી, મિશ્ર ચેતનમાંથી ફરી ઈફેક્ટિવ થતી વખતે નિશ્ચેતન ચેતન જુદું પડી જાય અને મિશ્ર ચેતન રહે, તે ફરી ચાર્જ કર્યા કરે પાછું.