________________
૧૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : ખરેખર તો મિશ્ર ચેતન તો શરૂઆતમાં કહેવાય, ત્યારે “નિશ્ચેતન ચેતન” ના હોય. પણ જ્યારે “ડિસ્ચાર્જ થાય ત્યારે નિચેતન ચેતન” થાય. જ્યારે ખરેખરું જામી જાય પછી એ “ડિસ્ચાર્જ સ્વરૂપ થાય, ત્યારે એ નિશ્ચેતન ચેતન થઈ જાય. પહેલાં “નિશ્ચેતન ચેતન' ના હોય.
અહીં આગળ ઊંધા વિચાર કરે ત્યારથી એ મિશ્ર ચેતન થવા માંડે. એ પછી જામી જાય, એ પછી આવતા ભવમાં ફળ આવે એ વખતે નિશ્ચેતન ચેતન” કહેવાય. અત્યારે “નિશ્ચેતન ચેતન ના કહેવાય. મિશ્ર ચેતન અમુક ‘ટાઈમ' પછી એ “નિશ્ચેતન ચેતન” કહેવાય છે. પહેલા નિશ્ચેતન ચેતન” નથી કહેવાતું. જ્યારે “ડિસ્ચાર્જ થવા માંડે ત્યારે નિશ્ચેતન ચેતન' કહેવાય છે, એ “ડિસ્ચાર્જ થતું ચેતન છે.
પ્રશ્નકર્તા તો એ બન્નેમાં અહંકારની શું સ્થિતિ હોય ?
દાદાશ્રી : અહંકાર મરેલો હોય તે નિશ્ચેતન ચેતનમાં હોય અને જીવતો અહંકાર મિશ્ર ચેતનમાં હોય. મિશ્ર ચેતન જીવતું છે.
પ્રશ્નકર્તા ઃ જીવતું એટલે પણ? દાદાશ્રી: પોતે કરી શકે બધું. ક્રોધ-માન-માયા-લોભ બધું કરી શકે.
અને આ નિશ્ચેતન ચેતનના ક્રોધ-માન-માયા-લોભ નથી ગણાતા. જેમાં અહંકાર ભળે નહીં, એ તો મડદાના બધું.
પ્રશ્નકર્તા : એટલે આ મિશ્ર ચેતન અહંકારને કહ્યો?
દાદાશ્રી : હા, અહંકાર, ક્રોધ-માન-માયા-લોભ, એ જ્યાં આગળ જીવતું હોય, સળગતું હોય, કર્તાભાવ હોય. માન એટલે કર્તાભાવ, એમાં બધું આવી ગયું, એ બધું મિશ્ર ચેતન.
પ્રશ્નકર્તા એટલે ચાર્જ અને ડિસ્ચાર્જ, તો ચાર્જ ભાગ જે છે એ મિશ્ર ચેતન અને ડિસ્ચાર્જ ભાગ આખો નિચેતન ચેતન ?
દાદાશ્રી : હા, ડિસ્ચાર્જ થતો નિશ્ચેતન ચેતન, ચાર્જ મિશ્ર ચેતન.