________________
(૩.૨) પાવર ચેતન વિરમે, આત્મજ્ઞાન પછી
૧૧૫
પુગલને જો ડખોડખલ ના થાય તો આ તો ચોખ્ખું થયા જ કરે પણ આ ડખોડખલ કરે છે. ડખો કરે ને પછી ડખલ થઈ જાય ! ડખોડખલ કરનારું કોણ ? તે અજ્ઞાન માન્યતાઓ.
પાવર ચેતનથી ગણેલું, જ્ઞાનથી ભાગવાતું પ્રશ્નકર્તા: હવે જે કંઈ સાધના કરે છે એ બધું પુદ્ગલ કરે છે અને પામવાનો છે આત્મા, જે કંઈ જ કરતો નથી, તો હવે એવી કંઈક લિંક બતાડો કે જેથી કરીને આ પુદ્ગલમાં મારાપણું, જે કર્તુત્વપણું છે, તેમાંથી ઊઠી અને પોતાના આત્મામાં બેસી જાય.
દાદાશ્રી : આપણે અહીંથી અડધો માઈલ છેટે આટલું જવાનું છે કૉલેજ છે ત્યાં, અને આપણે સાતસો માઈલ ગયા તોય પણ કૉલેજ આવી નહીં એટલે આપણે શું કરવું પડે, ત્યાં સાતસો માઈલ ગયા એટલે ? પેલા લોકો એનાઉન્સ કરે કે ભઈ, અડધો માઈલ જ છેટું હતું. હવે ક્યાં ગયા છો તમે ? એટલે પછી ત્યાં આગળ કહીએ કે અડધો માઈલમાં આવશે, તો આવે ખરું ?
પ્રશ્નકર્તા: ના આવે.
દાદાશ્રી : ઊંધા ચાલ્યા છો તેનો આ પ્રયોગ છે. આ બધું જે કરવું પડે છે એ ઊંધા ચાલ્યા છે તેનો ભાગાકાર છે. જેટલાએ ગુણાકાર કર્યો એટલાથી ભાગવો પડશે. રકમ નિઃશેષ, શેષ વગરની રકમ બનાવી દેવાની છે. જેટલાથી ગુણાકાર કર્યો તેટલાથી ભાગાકાર કરીએ તો નિઃશેષ થાય કે નહીં ? એટલે આ અત્યાર સુધી ગુણાકાર નથી કર્યા એવું લાગે છે ?
પ્રશ્નકર્તા: ગુણાકાર તો ઘણા કર્યા.
દાદાશ્રી તે આજે આ ગુણાકારને જ ભાગવાના અને ભાગાકારથી ભાગી નાખવાના, ઊડાડી નાખવાના.
પ્રશ્નકર્તા ઃ આ ભાગવાનું જે છે એ ભાગનારો પણ એમાંય મારાપણું તો પુદ્ગલનું જ છેને ? એ જ કરશે ?