________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
એટલે જેટલા ડિસ્ચાર્જ બાકી છે એટલા અશુદ્ધ રહ્યા છે, તેય અત્યારે તમે જોઈ જોઈને જવા દેશો એટલે શુદ્ધ થઈને ચાલ્યા જશે.
શુદ્ધિકરણ પુદ્ગલતું, થાય આજ્ઞાપાલને
પ્રશ્નકર્તા : એ તો એ વખતે એને એમ તો વિચાર થાયને કે અત્યાર સુધી જે પુદ્ગલ છે એ ‘હું છું’ એમ માનીને ચાલ્યો તેય મારી ભૂલ છે, હવે હું ભૂલ સુધારું છું અને તારી જોડે જ સંયોગ થયો તે મહેરબાની કરીને હવે તું સંયોગ છોડ, આ સિવાય બીજું શું છે ?
૧૧૪
દાદાશ્રી : ના, ના. એ શું છોડી આપે, પાવર ચેતન બિચારું ? કઈ રીતે, કેટલું કરે ? એ શું છોડવાનું હતું ? આપણા જોવાથી એ છૂટી જ જાય. તે એક-એક દોરો છૂટતો ગયો. તે પણ આવા લાખ દોરા હોય, તે લાખેય છૂટતા જાય ને ફરી ના બંધાય. આપણે છૂટા થઈ ગયા. દોરો દોરાને ઘેર ગયો, આપણે આપણા ઘેર ગયા, એમાં શું બાકી રહ્યું ?
પ્રશ્નકર્તા ઃ તો આપણે આ બધું બોલવાનું છે, એ આપણા પુદ્ગલને શુદ્ધ કરવા માટે જ બોલવાનું છેને ?
દાદાશ્રી : બધું પુદ્ગલને શુદ્ધ થવા માટે. હા, ત્યાં સુધી દશા પૂરી થશે નહીં. આપણને દાદાએ શુદ્ધ કર્યા, હવે આ પુદ્ગલનું શુદ્ધિકરણ બાકી છે. એનું અશુદ્ધ થતું બંધ થઈ ગયું. હવે અત્યારે એવું શુદ્ધિકરણ થાયને, તો એક અવતાર પૂરતું ચાલે એવું છે. આજ્ઞામાં રહીએ એટલે શુદ્ધિકરણ થયા કરે.
પ્રશ્નકર્તા : આ આખું સાયન્સ પુદ્ગલને શુદ્ધ કરવાનું છેને ? આ આજ્ઞારૂપી જે પાંચ વાક્યો છે કે આ બધું જે વિજ્ઞાન, એ પુદ્ગલને શુદ્ધ કરવા માટે જ છેને ? આત્માને કંઈ લેવાદેવા નથી.
દાદાશ્રી : મૂળમાં તો પુદ્ગલનેય શુદ્ધ કરવાની એટલે કરવાપણાની ક્રિયાની) આપણે કંઈ જરૂર નથી. આપણે જો આપણી જે શુદ્ધ દશા (જ્ઞાતા-દ્રષ્ટા) છે, એમાં અશુદ્ધિ (હું કરું છું) મનાય નહીં, તો પુદ્ગલ તો શુદ્ધ થવાનું જ છે. પુદ્ગલ તો એની મેળે શુદ્ધ થયા જ કરવાનું.