________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પાવર ચેતનમાં ને ચેતનમાં ફેર કેટલો બધો હશે, સમજાયું ?
પ્રશ્નકર્તા : સમજાયું.
દાદાશ્રી : બૅટરીમાં ત્રણ સેલ નાખે છે અને પાછા (ચાંપ) દબાવીએ કે તરત ચાલુ થઈ જાય. બૅટરી વાપરનારો એ જાણે. છ મહિના પછી, આઠ મહિના પછી બંધ થઈ જાયને તો એ પોતે સમજે, પાવર ખલાસ થયો. એવું બૅટરી વાપરનાર સમજી જાય, કોઈને જરાય પૂછવા જવું પડે નહીં કે આ શું થયું મારે ત્યાં ઓચિંતું ! પાવર ખલાસ થઈ ગયો એવું સમજી જાય. હવે ત્યારે મહીં શું હતું ? ત્યારે કહે, પાવર હતો. ત્યારે કહે, પાવર એ ઈલેક્ટ્રિસિટી હતી ? ત્યારે કહે, ના, પાવર એ પાવર અને ઈલેક્ટ્રિસિટી એ ઈલેક્ટ્રિસિટી. નહીં તો ઈલેક્ટ્રિસિટી હોત તો ખૂટે જ નહીંને ! આ તો આત્માની હાજરીથી પાવર ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : જનરેટરમાંથી જેમ પાવર આવે અને એ લાઈટમાં જાય ?
૯૨
દાદાશ્રી : એવી રીતે ચેતનની હાજરીથી આ પાવર ચેતન છે અને પાવર ચેતનથી મન-વચન-કાયાની ત્રણ બૅટરીઓમાં પાવર ભરાય છે. આ ત્રણ બૅટરીઓ ઊતર્યા કરે છે રાત-દિન અને નવી ત્રણ બૅટરીઓ પાછી ચાર્જ થયા કરે છે. આ ત્રણ ડિસ્ચાર્જ થયા કરે છે અને પેલી નવી ત્રણ ચાર્જ થયા કરે છે.
:
પ્રશ્નકર્તા ઃ એક બાબત નક્કી થઈ ગઈ કે એ પાવર જે છે એ જનરેટરમાંથી આવે છે.
દાદાશ્રી : હં, જનરેટરમાંથી આવે છે. પણ આ જનરેટર કેવું છે ?
આત્માની હાજરીથી જ ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : એટલે એ ચૈતન્ય અને પાવર, એ બે જુદું પડે છે ?
દાદાશ્રી : જુદું જ હોય, પાવર એ વસ્તુ જુદી હોય. પાવર ઊતરી જાય, ચૈતન્ય ઊતરે નહીં.