________________
ઉપોદ્ધાત
ખંડ-૧ આત્માતા સ્વરૂપો [૧] પ્રતિષ્ઠિત આત્મા
(૧.૧) પ્રતિષ્ઠિત આત્માનું સ્વરૂપ મૂળ આત્મા એ કેવળજ્ઞાન સ્વરૂપ છે. “હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાન સ્વરૂપ છે, પણ “પોતે કોણ છે એ નહીં જાણવાથી, અજ્ઞાનતાથી પોતાની જાતને આપણે જે માનીએ છીએ કે “હું ચંદુ છું' (સૂક્ષ્મતમ અહંકાર) એ જ (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા.
આજનો આ ચંદુ (સૂક્ષ્મતર અહંકાર), આ દેહ-વાણી-મન એ બધું ડિસ્ચાર્જ સ્વરૂપે છે. એ પૂર્વે જે પ્રતિષ્ઠા કરેલી તે આજે પૂતળું ફળ આપે છે. તેમાં અજ્ઞાનતાથી પોતે નવી પ્રતિષ્ઠા કરતો જાય છે, “હું જ ચંદુ, આ દેહ મારો, આનો ધણી થઉં, આનો મામો થઉં.” એ આવતા ભવની પોતે નવી મૂર્તિ ઘડી રહ્યો છે. હુંપણાની જે પ્રતિષ્ઠા કરે છે, એટલે પછી બીજે ભવ આખી જિંદગી એ પૂતળું બોલશે, ચાલશે, વ્યવહાર કરશે.
જ્ઞાન મળ્યા પછી પોતાને ભાન થાય કે “હું શુદ્ધાત્મા છું અને પોતે શુદ્ધાત્મા સ્વરૂપ થયા પછી સમજાય કે પોતે અક્રિય છે, અનંત જ્ઞાનક્રિયા, અનંત દર્શનક્રિયાવાળો છે. જ્યાં સુધી પોતે શુદ્ધાત્મા થયો નથી ત્યાં સુધી પોતે પ્રતિષ્ઠિત આત્મા સ્વરૂપે છે અને તેથી કર્તા-ભોક્તાપદમાં છે. પૂર્વભવની પ્રતિષ્ઠા એ આ ભવમાં ભોક્તાપણે ભોગવે છે, પણ પાછો અજ્ઞાનતાથી કર્તા થઈ બેસે છે અને અજ્ઞાનતાથી નવી પ્રતિષ્ઠા કરી આવતા ભવનો નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો કરે છે.
આજનો ચંદુ એ આખોય પ્રતિષ્ઠિત આત્મા ડિસ્ચાર્જ સ્વરૂપે છે, પણ અજ્ઞાનતાથી પોતે એમાં ભળે છે એટલે પાછો ફરી બીજા અવતારના કર્મ ચાર્જ થાય છે. નવું પૂતળું તૈયાર થાય છે.
14