________________
અને જ્ઞાની પુરુષની વાણીને યથાર્થ સમજી મોક્ષ માર્ગે પુરુષાર્થ કરવો, તો અનુભવ શ્રેણીઓ સિદ્ધ કરી શકાશે. મૂળ જગ્યાએ આવીશું, મૂળ વસ્તુ પામીશું ત્યારે સમ્યક્ દૃષ્ટિએ જોતા શાસ્ત્રની વાતથી કોઈ જુદાઈ નહીં
રહે.
દાદાશ્રી કહે છે કે ‘અમે આ જ્ઞાન તો બહુ સરસ આપેલું છે પણ નિકાલી કર્યો જથ્થાબંધ છે ને એટલે ભૂલાઈ જાય એવું બને. આ તો આની ઉપર વિચાર કર-કર કરે ત્યારે યાદ રહે આ અને પછી કાયમ થઈ જાય. વિચાર ના કરે તો પાછું ગુંચવાયેલું રહી જાય.’ એટલે જો એક વાર વાંચવાથી ગુંચવાડો ઊભો થતો હોય તો અનુભવે સમજાય છે કે એનું એ જ ફરી ફરીથી વાંચીશું તો વધુ સ્પષ્ટતાથી સમજાતું જશે.
વધુ સ્પષ્ટતા માટે આપ્તવાણી-૧૩ અને ૧૪ના ભાગ-૧ અને ૨ના ઉપોદ્ઘાત અવશ્ય વાંચવા, એમાં ઘણા સ્પષ્ટીકરણ કરેલા જ છે.
દાદાશ્રીના થયેલા સત્સંગોની શક્ય તેટલી વધુ વિગતો એકત્ર કરી ચૌદમી આપ્તવાણીના ગ્રંથો બની શક્યા છે. અહીં વાચકને ક્વચિત્ એવું લાગે કે એક જ વાત પુનઃ પુનઃ આવ્યા કરે છે છતાં તમામ વાણી સંકલિત કરીને મૂકવામાં આવી છે, જેથી જ્ઞાની પુરુષના અગાધ જ્ઞાનનો એને ખ્યાલ આવે. બને એટલી વાત સ્પષ્ટપણે આગળ વધે તેમજ શરૂઆતથી અંત સુધી એનું સાતત્ય જળવાઈ રહે એવો નમ્ર પ્રયાસ થયો છે. અને કૌંસમાં મૂકેલા શબ્દોના અર્થ એ સંપાદકની હાલ પ્રવર્તતી સમજણના આધારે બને તેટલી સુસંગત રીતે મૂકવાના પ્રયત્નો થયેલા છે છતાં કંઈક વિરોધાભાસ લાગે તો તે જ્ઞાનીના જ્ઞાનમાં કંઈ ભૂલ નથી પણ સંકલનાની ખામીને લીધે હોઈ શકે, એવી ભાસિત તમામ ક્ષતિઓ માટે ક્ષમાપના.
દીપક દેસાઈ
13
-